For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મેઘતાંડવ…છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં મેઘ મહેર, આ જીલ્લામાં સૌથી વધુ ખાબક્યો

10:57 AM Aug 29, 2024 IST | Bhumika
ગુજરાતમાં મેઘતાંડવ…છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં મેઘ મહેર  આ જીલ્લામાં સૌથી વધુ ખાબક્યો
Advertisement

રાજ્યમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદની મળતી માહિતી અનુસાર, ગુજરાતના 17 તાલુકામાં 4થી 9 ઈંચ વરસાદ વરસ્યો છે, જયારે રાજ્યના 62 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાંથી દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કચ્છના અબડાસા તાલુકામાં 11 ઈંચ વરસાદ વરસ્યો થયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ 10.5 ઈંચ વરસાદ થયો છે.

Advertisement

બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટની સ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે તે સિવાયના અન્ય વિસ્તારોમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement