For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, વાલિયામાં 18 ઇંચ વરસાદ

11:16 AM Sep 03, 2024 IST | Bhumika
મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ  વાલિયામાં 18 ઇંચ વરસાદ
Advertisement

વાલિયામાં આભા ફાટયું, 28 કલાકમાં 15.5, સોનગઢમાં 10, વ્યારામાં 9, માંગરોળ-વધઇમાં 8, ભરૂચમાં 7.5, તિલકવાડા-ઉછલ- ડોલવાણ- નડિયાદ- વલસાડ- સુબિરમાં 6થી 7 ઇંચ ખાબકયો

વાલિયા- ભરૂચ સહિતના સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થળાંતર શરૂ કરાયું, ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ

Advertisement

ગુજરાતને જન્માષ્ટમી ઉપર ધમરોળી ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી મંડાણ કર્યું છે અને ગત રાતથી 4 રાજયમાં વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થતા અતિવૃષ્ટિથી પીડીત લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા વિનવણી કરવા લાગ્યા છે.

આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના કુલ 183 તાલુકાઓમાં ભારે ઝાપટાથી માંડી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે અને આજે સવારથી પણ અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલો મળે છે.

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદની હજુ કળ વળી નથી ત્યાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થતા દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાતા બચાવ- રાહત કાર્ય સાથે સ્થળાંતર પણ શરૂ કરવામાં આવ્યું છે.

રાજયના તાપી જિલ્લામાં 350 લોકોનું રેસ્કયુ કરાયું છે જયારે ભરૂચમાં પણ રાત્રે 300 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજયભરમાં શરૂ થયેલા વરસાદના કારણે સરકારીતંત્ર એલર્ટ બન્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં એસ.ડી.આર.એફ. તથા એન.ડી.આર.એફ.ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટયુ હોય તેમ સવારે 6 સુધીમાં 12 ઇંચ વરસાદ પડયા બાદ સવો 6 થી 10 વચ્ચે વધુ 6 ઇંચ વરસાદ ખાબકતા 18 ઇંચ વરસાદ પડી ગયો છે. આ સિવાય સવારે 6 સુધીમાં સોનગઢમાં 10 ઇંચ, વ્યારામાં 9, માંગરોળ-વધઇમાં 8 ઇંચ, ભરૂચમાં 7.5 ઇંચ, તિલકવાડા-ઉછલ- ડોલવાણ- નડીયાદ- વલસાડ અને સુબિરમાં 6 થી 7 ઇંચ, લુણાવાડામાં 5.5, કપડવંજમાં મોરવા, કરજણ, પ્રાંતિજ, નાંદોદ, ડાંગ આહવા, કઠલાલ, વાલોદ, વિરપુર, હિંમતનગર, મહેસાણા, બાયડ, ગોધરા, ગરૂડેશ્ર્વર, લિમખેડા, માંડવી, નેત્રંગ સહીતના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

આજે સવાર સુધીમાં કુલ 89 તાલુકામાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ પડયો છે. જયારે આ સિવાય 27 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયેલ છે. જયારે આજે સવારે છ વાગ્યા બાદ પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે અને સવારે 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં 3.5 ઇંચ સુધી વરસાદ પડી ગયો છે. વાલિયામાં સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ બાદ વધુ 3.5 ઇંચ વરસાદ ખાબકતા 28 કલાકમાં 15.5 ઇંચ વરસાદ ખાબકયો છે. આ સિવાય પલસાણા- નેત્રંગ- વાપીમાં બે ઇંચ વરસાદ પડયો છે.

કયાં કેટલો વરસાદ?


(સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં )

વાલીયા (ભરૂચ) 18
સોનગઢ (તાપી) 10
વ્યારા (તાપી) 9
માંગરોળ (સુરત) 8
વધઇ (ડાંગ) 8
ભરૂચ 7.5
તિલકવાડા (નર્મદા) 7
ઉચ્છલ (તાપી) 7
ડોલવાણ (તાપી) 6.8
નડીયાદ (ખેડા) 6.8
વાંસદા (નર્મદા) 6.6
સુબિર (ડાંગ) 6.6

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ફરી વરસાદ ગુજરાતને ઘમરોળશે. આજથી ફરી ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમા છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આગામી 5 દિવસ વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓને ઘમરોળશે. જેમા છોટા ઉદેપુર, નર્મદા અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા આ ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ તરફ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને ભરૂૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમરેલી, ભાવનગર, અમદાવાદમાં વરસાદનં યો એલર્ટ અપાયુ છે. આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની વકી છે. આવતીકાલે ભરૂૂચ અને સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement