છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળ્યો છે. ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરામાં સાડા પાંચ ઇંચ જેટલો વરસ્યો છે. રાજ્યના 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં ચાર ઈંચ, કચ્છના મુન્દ્રામાં ચાર ઈંચ, જામનગરના લાલપુરમાં 3.86 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3.2 ઈંચ, તાપીના સોનગઢમાં 2.95 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 2.95 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 2.83 ઈંચ, રાજકોટના ગોંડલમાં 2.83 ઈંચ,મહેસાણાના વડનગરમાં 2.76 ઈંચ,જામનગરના કાલાવડમાં 2.7 ઈંચ,અરવલ્લીના ભિલોડામાં 2.6 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.5 ઈંચ,જૂનાગઢના વંથલીમાં 2.48 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ, રાજકોટ શહેરમાં 2.5 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈંચ, જૂનાગઢ તાલુકામાં 2.36 ઈંચ, બોટાદના રાણપુરમાં 2.32 ઈંચ, બનાસકાંઠાના ડીસામાં 2.2 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, તાપીના વ્યારામાં 2.13 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા 75% થી વધુની રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.