ગુજરાત પર મેઘરાજા મહેરબાન: 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ, સૌથી વધુ આ જીલ્લામાં વરસ્યો
હવામાન વિભાગની આગામી વચ્ચે મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં 116 તાલુકાઓમાં બોલાવી રમઝટ. સૌથી વધુ નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા, ખેડા, મહિસાગર સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના સંજેલીમાં કોઝવે તૂટ્યો હતો. જેથી ગ્રામજનોને હાલાકી પડી હતી.
છેલ્લા 24 કલાકમાં વાસો, દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ તો ઝાલોદ અને મહુધામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. મોરવા હડફ, લુણાવાડા અને સંગવડમાં છેલ્લા 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.