For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર: કલ્યાણપુરમાં સૌથી વધુ, આ જીલ્લામાં અપાયું એલર્ટ

10:32 AM Jul 23, 2024 IST | Bhumika
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર  કલ્યાણપુરમાં સૌથી વધુ  આ જીલ્લામાં અપાયું એલર્ટ
Advertisement

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ, માણાવદરમાં 10 ઈંચ અને વિસાવદરમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે (23મી જુલાઈ) રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement