ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાલારમાં મેઘરાજાનું હેત વરસ્યું, એકથી ચાર ઈંચ વરસાદ

01:08 PM Jul 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે જામનગર જિલ્લાના તમામ તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે લાલપુર પંથક માં આકાશી વીજળી ત્રાટકતા બે વ્યક્તિ ના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિ ઉપર વીજળી પડવા થી તેઓ દાજી ગયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા છે .આ ઉપરાંત રંગમતિ ડેમ ના ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અને હેઠવાસ ના વિસ્તાર ના લોકો ને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જામનગરમાં આજે સવારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું હતુ બપોર સુધીમાં ભરપૂર મેઘાવી માહોલ જામ્યો હતો, અને વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું હતું . સૌ પ્રથમ જોડીયા માં સવારે 10 વાગ્યા થી ધીમી ધારે વરસાદ શરૂૂ થયો હતો . અને બપોરે 2.વાગ્યા સુધીમાં 87 મિમી એટલે કે સાડા ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો હતો.

આ પછી પણ ધીમી ત્યારે વરસાદ ચાલુ રહેતા સવારે 6 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં જોડીયામાં 101 મીમી એટલે કે ચાર ઇંચ વરસાદ વરસી જતા સમગ્ર પંથક માં પાણી નું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત લાલપુર માં પણ બપોરે 12 વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધીમાં 86 મીમી એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડમાં પણ બે ઇંચ અને જામજોધપુરમાં બે ઇંચ વરસાદ થયો હતો. જામનગર શહેર માં સવારથી સાંજ સુધીમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતા 22મીમી એટલે કે એક ઇંચ પાણી વરસી ગયું હતું. તથા ધ્રોલ પંથકમાં હળવા ઝાપટા વરસતા ચાર મિમી વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં થયેલા થયેલ સાર્વત્રિક વરસાદના કારણે રંગમતી ડેમ ભરાઈ ગયો હતો. આથી તેના ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. પરિણામે હેઠવાસ ના ચેલા , ચંગા ,દરેડ,. નવાગામ , જૂના નાગના અને નવા નાગના ગામ ના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પણ અનેક ડેમોમાં અને ચેક ડેમોમાં નવા નિર ની આવક થવા પામી હતી.

જામનગર શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ બનેલું રહ્યું છે, અને છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહ્યા છે. પરંતુ આજે બપોરે ગાજવીજ સાથે વરસાદ શરૂૂ થઈ ગયો હતો, અને બે કલાકના સમયગાળા દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જેના કારણે શહેરના કેટલાક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે ત્યાર પછી મોડી સાંજે વરસાદ ધીમો પડી જતાં ધીમે ધીમે પાણી ઓસર્યા હતા. પરંતુ ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. બે દિવસ ના ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ આજે પડેલા વરસાદના કારણે કેટલાક શહેરીજનોએ વરસાદ માં નાહવાનો આનંદ લીધો હતો, અને લોકો વરસાદમાં સ્નાન કરી રહેલા જોવા મળ્યા હતા.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsMonsoonrain
Advertisement
Next Article
Advertisement