For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેલમાં રાત્રિના અચાનક પોલીસના મેગા સર્ચ ઓપરેશનથી ભારે દોડધામ

12:18 PM Aug 06, 2024 IST | Bhumika
જેલમાં રાત્રિના અચાનક પોલીસના મેગા સર્ચ ઓપરેશનથી ભારે દોડધામ
Advertisement

જામનગર જિલ્લા જેલમાં ગઈ રાત્રે અચાનક પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર-ગ્રામ્ય ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના 100 જેટલા પોલીસ કર્મચારીઓએ જેલ પર પહોંચી તપાસ શરૂૂ કરી હતી. આ અચાનક ચેકિંગને પગલે જેલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. જોકે જેલમાંથી કશુ વાંધાજનક મળ્યું નથી.

જામનગરની જિલ્લા જેલમાં મોટા પાયે સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે નો આદેશ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવ્યો હતો, અને જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની આગેવાનીમાં રાત્રિના નવ વાગ્યે વિશાળ પોલીસ કાફલો જેલ પરિસરમાં પહોંચ્યો હતો. સરકારી વાહનોનો મોટો રસાલો જેલ તરફ વળ્યો હતો, અને તમામ પોલીસની ટિમ દ્વારા જેલની અંદર આશરે દોઢ કલાક સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ જેલ પરિસરમાં સરપ્રાઈઝ ચેક કરી જેલ ના કેદીઓની પૂછપરછ કરી હતી. જો કે આ સમગ્ર ચેકિંગ દરમિયાન જેલમાંથી કોઈ વાંધાજનક સાહિત્ય મળ્યું ન હતું.

Advertisement

જામનગર જેલમાં આ પ્રકારનું મેગા ચેકિંગ અગાઉ પણ થઈ ચૂક્યું છે. પરંતુ, આજનું ચેકિંગ રાત્રિના સમયે અને મોટા પાયે પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યો હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો છે.આ અંગે પોલીસના સૂત્રોનું કહેવું છે કે, જેલમાં કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે કેમ, તેની ચકાસણી કરવા માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતની કેટલીક જેલોમાં આરોપીઓને વિશેષ સુવિધાઓ મળતી હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. આવી સ્થિતિમાં, જામનગર જેલમાં પણ આ પ્રકારની કોઈ ગેરરીતિઓ ચાલે છે કે નહીં, તે જાણવા માટે આ ચેકિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ દ્વારા જેલના તમામ વિભાગોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેલવાસીઓના વ્યક્તિગત સામાનની તપાસ કરવામાં આવી હતી, અને જેલના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement