રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ શહેર-જિલ્લાની કોર્ટમાં શનિવારે મેગા લોકઅદાલત

03:55 PM Sep 12, 2024 IST | admin
Advertisement

સમાધાન લાયક કેસો લોકઅદાલતમાં મૂકી નિકાલ કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનની અપીલ

Advertisement

રાજય કાનુની સેવા સત્તા મંડળ, હાઈકોર્ટના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ધ્વારા તા. 14 ને શનિવારના રોજ રાજકોટ જીલ્લા તથા તાલુકા મથકની તમામ અદાલતોમાં વર્ષ- ર024ની રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલા અને અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે.

લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક.કેસ .જેમાં ચેક રીટર્ન, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતર, લગ્નવિષયક, જમીન સંપાદન, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલો, રેવન્યુ, દિવાની પ્રકારના જેવા ભાડા, સુખાધિકારના, મનાઈ હુકમના અને કરાર પાલનના દાવા તેમજ અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે. આ ઉપરાંત સીસીટીવી કંટ્રોલરૂૂમ, દ્વારા ટ્રફીક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને મોટર વ્હીકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાની ચુકવણી કરવાથી ભવીષ્યમા તે અંગે કોઈ કોર્ટ કાર્યવાહી થશે નહી.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન, મુખ્ય જીલ્લા આયાધીશ વી.બી.ગોહીલ દ્વારા તમામ પક્ષકારીને અનુરોધ કરવામાં આવેલો કે, બન્ને પક્ષકારો તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં પક્ષકારો ને લાભ કર્તા છે, બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. પક્ષકારોની સમજણ તથા સમજુતીથી નિકાલ થયેલ હોય અપીલ થતી નથી, ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા અને જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માંગતા હોય, તેઓ વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી અથવા જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટનો અને તાલુકા કાનૂની સેવા સમીતીનો સંપર્ક કરી પોતાના કેસો લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી સદર લોક-અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો લોક-અદાલતમાં મુકાવી લોક-અદાલતને સફળ બનાવવા કે.એમ.ગોહેલ એ અનુરોધ કરેલ છે.

Tags :
Courtgujaratgujarat newsMega Lok Adalatrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement