રાજકોટ જિલ્લામાં દિવાળી પહેલાં સરકારી જમીનો પર મેગા ડિમોલિશન
05:10 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આવતીકાલે મંગળવારે રેવન્યુ ઓફીસર્સની જિલ્લા કલેકટર ડો.પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે ત્યારે આ બેઠકમાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણોનો મુદ્દો ચર્ચાના મુખ્ય એજન્ડામાં હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણોનો સરવે અગાઉ કરી લેવામાં આવેલ છે. હવે ચોમાસુ પુર્ણ થતા આ ગેરકાયદે દબાણો હટાવવા દિવાળી પહેલા મેગા ડિમોલીશન શરૂ કરવામાન આવનાર હોવાનું જાણવા મળે છે. સુત્રોના કહેવા મુજબ ધાર્મિક સ્થળોના નામે સરકારી જમીનો ઉપર થયેલા દબાણો પહેલા હટાવવામાં આવનાર છે. જયારે ત્યારબાદ કોમર્શીયલ અને રહેણાંક દબાણો દુર કરાશે.
Advertisement
જિલ્લા કલેકટર કચેરીમાં આવતીકાલે લેન્ડ ગ્રેબીંગ કમીટીની પણ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં 65 જેટલા કેસ મુકવામાં આવ્યા છે.
Advertisement