For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવપરા મેઈન રોડ પર મેગા ડિમોલિશન : 45 શેડ, સર્વિસ સ્ટેશન તોડી પડાયા

04:25 PM Dec 28, 2023 IST | Bhumika
દેવપરા મેઈન રોડ પર મેગા ડિમોલિશન   45 શેડ  સર્વિસ સ્ટેશન તોડી પડાયા

મનપાના આવાસ યોજના તથા વાણિજ્ય વેચાણ અર્થે રાખવામાં આવેલા પ્લોટની 6160 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ

Advertisement

શહેરના ઈસ્ટઝોનમાં ધમધમતા ગેરકાયદેસર શેડ તેમજ સર્વિસ સ્ટેશનો, ઝુપડા સહિતના બાંધકામો દૂર કરવાની કામગીરી મનપાના ફૂડ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત વોર્ડ નં. 16માં દેવપરા મેઈન રોડ ઉપર 17 કાચા-પાકા મકાનો, ઝુપડા, તેમજ 25 શેડ સર્વિસ સ્ટેશન અને મકાનો સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી 6160 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા દેવપરા મેઈન રોડ ઉપર મેગાડિમોલેશન હાથ ધરી ટીપી સ્કીમ નંબર-6માં મનપાની માલીકીના પ્લોટ ઉપર થયેલ કાચા-પાકા મકાનો તેમજ ઝુપડાઓ તથા સર્વિસ સ્ટેશન અને શેડ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં. આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાના માર્ગદર્સન હેઠળ ઈસ્ટઝોનના વોર્ડ નં. 16માં દેવપરા મેઈન રોડ ઉપર ટીપી વિભાગની ટીમ ત્રાંટકી હતી અને ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ પ્રથમ ટીપી સ્કીમ નં. 6 રાજકોટ એફપી 181 એસઈડબલ્યુએસએચ હેતુના પ્લોટ ઉપર જંગલેશ્ર્વરની બાજુમાં વર્ષોથી થયેલા 17 કાચા-પાકા મકાનો અને ઝુપડાઓ તોડી પાડવામાં આવ્યા હતાં. તેવી જ રીતે મેઈન રોડ ઉપર ખાલી પ્લોટ ઉપર કરવામાં આવેલ ભંગારનો ડેલો તથા ટીપી સ્કીમ નંબર 6 રાજકોટ એફપી 185 મનપાના વાણીજ્ય હેતુના વેચાણના પ્લોટ ઉપર બની ગયેલા 25 કાચા-પાકા મકાનો તથા ઝુપડાઓ તોડી પાડવામાં આવ્યા હતાં.

Advertisement

ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે દેવપરા મેઈન રોડ ઉપરમ ેગા ડિમોલેશનદરમિયાન ટીપી સ્કીમ નંબર 6ના વાણીજ્ય વેચાણના પ્લોટ ઉપર થયેલ 2700 ચો.મી.નો મોટો શેડ તોડી પાડવામાં આવ્યો હતો. આજે થયેલા ડીમોલેશનમાં અલગ અલગ સ્થળે અલગ અલગ હેતુના ખાલી પ્લોટ ઉપરથી દબાણો દૂર કરી 6160 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. ઉપરોક્ત ડિમોલેશન ટાઉન પ્લાનીંગ શાખા ઈસ્ટઝોન તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય શાખા, ફાયર અને ઈમરજન્સી વિભાગ તથા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે વીજીલન્સ સ્ટાફ સહિતના દ્વારા કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.28/12/2023નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.16ના દેવપરા મેઈન રોડ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

80થી વધુ પ્લોટ ખાલી કરાવાશે
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અલગ અલગ હેતુ માટે ખાલી રાખવામાં આવેલા પ્લોટ ઉપર થઈ ગયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ત્રણેય ઝોનમાં આવેલા મનપાની માલીકીના 80થી વધુપ્લોટની યાદી તૈયાર કરવામા આવી છે. અને આગામી દિવસોમાં તમામ પ્લોટમાં થયેલા બાંધકામો તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement