રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોમનાથ મંદિર આસપાસ મસ્જિદો-45 મકાનોનું મેગા ડિમોલિશન

04:36 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

60 કરોડની 15 હેકટર સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે 58 જેસીબી, 50 ટ્રેકટર, 4 હિટાચી અને 5 ડમ્પર સાથે તંત્ર દ્વારા કાર્યવાહી

રેન્જ આઈ.જી., કલેકટર, ત્રણ જિલ્લાના પોલીસવડા સહિત 1200થી વધુ પોલીસ કાફલો બંદોબસ્ત માટે તૈનાત કરાયો

"તકેદારીના ભાગરૂપે 144ની કલમ લગાડાયા સાથે 135 લોકોને ડીટેન કરાયા"

સોમનાથ મંદિર પાસે સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ગઈકાલે રાતથી જ પોલીસ અને વહીવટી તંત્રએ ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલીશન કર્યુ હતું. જેમાં 15 હેકટર સરકારી જમીમનમાં ખડકાયેલા 9 કલસ્ટરમાં આવેલ મસ્જીદો તથા 45 પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતાં. આ ડિમોલીશનની કામગીરી માટે અને દબાણકારોએ પોતાના માલ સામાનોને સ્થળાંતરીત કરવા માટે 15 ટ્રેકટર તેમજ ડિમોલીશન માટે 58 જેસીબી, 4 હિટાચી, બે હાઈડ્રોલીક, 5 ડમ્પર, બે એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઈટરોને તૈનાત રાખવામાં આવ્યા હતાં.

દબાણ દૂર કરવાની કામગીરી પૂર્વે કલેકટર દ્વારા તકેદારીના ભાગરૂપે 144ની કલમ લગાડવામાં આવી હતી. તેમજ આ મેગા ડિમોલીશન સમયે જિલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા, રેન્જ આઈ.જી.નિલેશ જાંજડીયા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોરબંદર પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ બે સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ, 24 એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સાથે 4 ડીવાયએસપી, 12 પીઆઈ, 24 પીએસઆઈ અને એસઆરપીના 177 જવાનો ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર પોલીસના 1200 જેટલા જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતાં.

સવારે 35 કલાકથી શરૂ થયેલી આ ડિમોલીશનની કામગીરી પૂર્વે 144 ની કલમ લગાડવામાં આવી હોય ત્યારે દબાણ દૂર કરવા સમયે તંગદિલી અને અસમંજસના વાતાવરણ વચ્ચે 135 લોકોને ડીટેઈન કરવામાં આવ્યા હતાં.
સોમનાથ મંદિર પાસે સર્કીટહાઉસ પાસેની આ સરકારી જમીન નંબર 1851 અને 1852 પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા મસ્જીદો તેમજ 45 પાકા મકાનો દૂર કરીને આ 60 કરોડની કિંમતની 15 હેકટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક છેલ્લા ઘણા વર્ષોથી ખડકાયેલા ત્રણ ધાર્મિક સ્થાનોનું ડિમોલીશન કરવા માટેની મંજુરી સરકાર પાસેથી મેળવવામાં આવ્યા બાદ સોમનાથમાં ઈતિહાસનું સૌથી મોટુ આ ડિમોલીશન શરૂ થયું તે પૂર્વે રાત્રિના જ સમગ્ર સોમનાથમાં ભારે તંગદિલી અને અજંપા ભરી સ્થિતિ જોવા મળી હત.ી પોલીસે અને કલેકટર તંત્રએ તકેદારીના ભાગરૂપે ડિમોલીશન સ્થળ આસપાસ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલથી વાહનોની અવરજવર ઉપર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેના પગલે તંગદિલી અને અસમંજસ અને ઉત્તેજનાનો માહોલ ઉભો થયો હતો.ગત રાતથી શરૂ થયેલા આ ડિમોલીશનમાં સોમનાથ મંદિર આસપાસના મસ્જિદ સહિત 45 મકાનો સહિતના ગેરકાયદેસર ધર્મસ્થાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતાં. ભારે તંગદિલી વચ્ચે આ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

Tags :
gujaratgujarat newsMega DemolitionSomnathSomnath temple
Advertisement
Next Article
Advertisement