For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કંડલામાં મેગા ડિમોલિશન, 200 એકર જમીન પરનું દબાણ મુકત કરાયું

12:16 PM Sep 28, 2024 IST | Bhumika
કંડલામાં મેગા ડિમોલિશન  200 એકર જમીન પરનું દબાણ મુકત કરાયું
Advertisement

દીનદયાલ પોર્ટ દ્વારા ગત તા. પાંચના બે દિવસ સુધી કંડલામાં ગેરકાયદે રીતે ઊભા કરાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને પોર્ટ હસ્તકની કિંમતી જમીનોને દબાણમુકત કરવામાં આવી હતી ત્યારે આજે ફરી પોર્ટ પ્રશાસન દ્વારા સવારથી કાર્યવાહી કરી કાચાં-પાકાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. હજુ મોડે સુધી કાર્યવાહી જારી છે. 23 દિવસ બાદ ફરી કરાયેલી કાર્યવાહી અંગે મળતી વિગતો મુજબ સવારથી જૂના બન્ના વિસ્તારમાં ડી.પી.એ. પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા બીજી વખત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જૂના બન્ના વિસ્તાર મીઠા પોર્ટમાં સવારથી સાંજ સુધી 150 જેટલાં ઝૂંપડાંઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.આ ઉપરાતં પોર્ટના ઓઈલ જેટી નંબર 9, 10, અને 11ના બેકઅપ એરિયામાં 50 જેટલા પાકાં દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. મળતી વિગતો મુજબ મોડી રાત્રે સુધી કામગીરી જારી રહી હતી. મળતી વિગતો મુજબ આજે 100 એકર જેટલી પોર્ટની માલિકીની જમીનને દબાણમુકત કરવામાં આવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સુરક્ષા અને મહાબંદરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગત તા. પાંચના ડી.પી.એ. દ્વારા મેઘા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 200 એકર જમીન દબાણમુકત કરવામાં આવી હતી, જેના કારણે એક સમયે કંડલામાં જ્યાં નજર કરો ત્યાં ઝૂપડાં ઝૂપડાં જોવા મળતાં હતાં. અત્યારે આખા વિસ્તારમાં જમીન જ નજરે પડે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement