ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન, ઘણા લાંબા સમયથી હતા બીમાર
01:30 PM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થયું. 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે. શંભુજી ઠાકોરની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનથી સેક્ટર 30ના અંતિમધામ સુધી નીકળશે.
શંભુજી ઠાકોર વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. શંભુજી ઠાકોર ગાંધીનગરના MLA તરીકે ત્રણ ટર્મ સેવા આપી ચૂક્યાં છે.
Advertisement
જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.
Advertisement