દ્વારકાના ગોમતીઘાટ નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશન
જ્યારે જ્યારે દ્વારકામાં વીઆઇપી આવે છે ત્યારે એજ સમયે તંત્ર દ્વારા દબાણ દુર કરવામાં આવતા હોય છે જ્યારે તહેવારો ઉત્સવો હોયને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તો નું ધોડાપુર હોય છે ત્યારે તંત્ર દ્વારા દબાણ દુર કરવા કેમ નથી આવતાં ભગવાન દ્વારકાધીશ મંદિર દર્શન કરવા આવતા ભક્તો માં વૃધ્ધ અપંગ શસ્ક્ત નાના ભૂલકાઓની તંત્રએ ક્યારેય ચિંતા કરી છે મંદિર આસપાસ દબાણ કરનારાઓને તંત્ર દ્વારા અંદાજે 80 જેટલી નોટિસ ફટકારી છે તો પછી નગરપાલિકાનું તંત્ર દબાણ દુર કરવા કોની લાજ કાઢે છે તે સવાલ દ્વારકાની જનતામાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.
મંદિર આસપાસ અસય દબાણ કરનારાઓ મામા માસીના હોય ને તંત્ર મામા માસીના ઓનું ભોજન પ્રસાદ લેવાનું કરતા હોય? પછી તંત્ર દ્વારા દબાણ દુર કેમ કરાય દ્વારકામાં નવા ગોમતી ઘાટ રીલાયન્સ રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ દુર કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે નવા ગોમતી ઘાટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની હાથ ધરાઈ જેસીબી મશીનોની મદદથી રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ. ધણા સમયથી રસ્તાઓ પરના દબાણો વધતા ટ્રાફિક સમસ્યા વકરી રહી હોય તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયું.
જ્યારે પણ વીઆઇપી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે ત્યારે જ તંત્ર દ્વારા દબાણ દુર કરવામાં આવતા હોય છે ભગવાન દ્વારકાધીશ મંદિરમાં તહેવારો ઉત્સવો આવે છે યાત્રિકો ધોડાપુરની જેમ ઉમટે છે એ સમયે તંત્ર ઉંધમાં સુતું હોય છે.
ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તો અસય ભીડમાં હેરાન થતા હોય છે ત્યારે આજ રોડ રસ્તા પર અસંખ્ય દબાણો વચ્ચે યાત્રિકો પરેશાન થતાં હોય છે તંત્ર ને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તોની નથી પડી માત્ર વીઆઇપીની જ ચિંતા છે.