અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મંગળવારથી ફરી મેગા ડિમોલિશન
અમદાવાદમાં ડિમોલિશન પાર્ટ 2ની કવાયત માટે તંત્ર સજ્જ છે. 20 મેથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ફરી એકવાર મોટાપાયે ડિમોલિશન હાથ ઘરાશે. બાકી રહેલા અઢી લાખ ચોરસમીટરમાં ગેરકાયદે ઝુંપડા પાડી દેવામાં આવશે. સર્વે અનુસાર હાલ સુધી 8100 કાચા મકાનનો સર્વે પૂર્ણ કરાયો છે.હજી અંદાજે 1800 થી 1900 જેટલા મકાનના સર્વે પૂર્ણતાના આરે છે.
ડીમોલિશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે. તમામ ડેપ્યુટી કમિશનરોને અને . સાત ઝોનના એસ્ટેટ ઓફિસર,ફાયર ઓફિસર અને આરોગ્ય વિભાગને કામગીરી સોંપાઇ છે. 20 મેથી પાર્ટ-2 ડિમોલિશન હાથ ધરવા માટે 18 મે સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યાં છે. ડિમોલિશન પાર્ટ-2 માં બાકીના અઢી લાખ ચોરસ મીટર વિસ્તારના દબાણો પર બુલડોઝર ફેરવાનું પ્લાનિંગ છે.ઉલ્લેખનિય છે કે, 29 એપ્રિલે વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામા આવી હતી.નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું હતું.
ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના ચંડોળા તળાવમાં 1970-1980ના દાયકાથી જ સ્થળાંતર અને વસાહતો શરૂૂ અને ધીરે ધીરે ગેરકાયદે દબાણો થવા લાગ્યા. આજે એક અંદાજ મુજબ સવા લાખ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદે બાંધકામો બની ગયા છે. આ દબાણોને કારણે સરકારને છેલ્લા 14 વર્ષમાં અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન ગયું છે. અમદાવાદનું ચંડોળા તળાવ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે ટોક ઓફ ટાઉન રહ્યું છે. તળાવમાં થયેલા દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઘૂષણખોરોના આશ્રયસ્થાનને કારણે તે ચર્ચામાં રહે છે.