ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારોની નાણાં-ઉદ્યોગ મંત્રી સાથે બેઠક

11:33 AM Sep 03, 2025 IST | Bhumika
Advertisement

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી.

Advertisement

પ્રતિનિધિમંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી 18% થી ઘટાડીને 5% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી. નાણાં મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

ઉદ્યોગ મંત્રી સમક્ષ MSME કાયદામાં 45 દિવસની અંદર ચુકવણીની જોગવાઈથી મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને પડતી કેશફ્લોની સમસ્યાઓ રજૂ કરી સુધારા કરવાની માંગણી કરવામાં આવી. મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement