જામનગરમાં જન્માષ્ટમીના આયોજન માટે બેઠક યોજાઇ
ભારતના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામા઼ આગામી 16મી ઓગષ્ટના રોજ જન્માષ્ટમી પર્વમાં સહભાગી થવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થી ભાવિકોને લક્ષમાં રાખી તંત્ર દ્વારા ટ્રાફિક,પાર્કિગ, પાણી, કાયદો અને વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સંબંધિત તૈયારીઓ મુદદે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
યાત્રાધામ દ્વારકામાં આગામી 16મી ઓગષ્ટના રોજ જન્માષ્ટમી પર્વની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવશે.કાળીયા ઠાકોરની કર્મભૂમિમાં ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવને વધાવવા જન્માષ્ટમી પર્વ દરમિયાન દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડતા હોય છે.સાતમ, આઠમ અને નોમ સહિતના ત્રિ દિવસીય પર્વ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવે છે.
ખાસ કરી સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વના મીની વેકેશનના કારણે જન્માષ્ટમી પર્વોત્સવ ટાંકણે મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન દ્વારકાધીશજીને શિશ ઝુકાવવા માટે આવે છે. જે દરમિયાન જન્માષ્ટમી પર્વ ઉત્સવની ઉજવણીને અનુસંધાને સુચારૂૂ આયોજન અંગે પ્રાંત અધિકારી એ.એસ. આવટેની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી-દ્વારકા ખાતે યોજાઇ હતી.જેમાં દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી સંબંધિત વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભગવાન કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભાવિકોને કોઈપણ અગવડતા ન પડે તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાય તેમજ ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક, વીજ પુરવઠો, સ્વચ્છતા, પીવાનું પાણી, લાઇટિંગ, પ્રાથમિક સારવાર, સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા, બેરીકેટિંગ, ક્રાઉડ મેનેજમેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આનુષાંગિક વ્યવસ્થાઓ તેમજ અન્ય તૈયારીઓ અંગે પ્રાંત અધિકારીએ જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જયારે આ બેઠકમાં નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ, મામલતદાર જે.એન.મહેતા સહિત પોલીસ, પૂજારીઓ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.