સર્વેયરો અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ, પેનડાઉન આંદોલન યથાવત
ઉચ્ચ અધિકારીઓએ કરેલી બેઠકમાં લેખિત ખાતરી મગાઇ
જમીન-માપણીમાં રિ-સર્વેની કામગીરી કરનાર કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે પેનડાઉન કરી હડતાલ પાડતા સરકાર હરકતમાં આવી હતી અને તમામ કચેરીના ઉચ્ચ અધિકારીઓને કર્મચારીઓને સમજાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.પરંતુ લેખીતમાં ખાતરી નહીં મળતા બેઠક નિષ્ફળ રહી છે અને પેનડાઉન આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે.
આ અંગે કર્મચારી યુનિયનના સભ્યોએ જણાવ્યું હતું કે વિવિધ માંગને લઇનેે પેનડાઉન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત કામગીરી અટી પડતા સરકાર હરકતમાં આવી છે અને કચેરીના બીએલઆઇઆર સહીતના ઉચ્ચ અધિકારીઓને પેનડાઉન પાળીને બેઠા કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને જે મુળભુત પ્રશ્ર્નો છે જે ફરીથી લેખીતમાં આપવા માટે જણાવ્યું હતું. પરંતુ લેખીતમાં ખાતરી નહીં મળતા અને રાજયકક્ષાએથી કોઇ સુચના નહીં મળતા હાલ પેનડાઉન હડતાળ યથાવત રહેશે અને આંદોલન ચાલુ રાખવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે હાલ કર્મચારીઓ ઓફીસ આવી રહ્યા છે પરંતુ કામગીરી કરવામાં આવતી નથી બેઠકમાં એમ પણ કહ્યું છે કે જે માંગણી છે તે કેટલા સમયમાં પુરી કરવી તે પણ જણાવજો પરંતુ જયાં સુધી તમામ માંગણી પૂર્ણ કરવાની લેખીત ખાતી નહીં મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને તા.1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે પેનડાઉન આંદોલનનો બીજો દિવસ છે છેલ્લા બે દિવસથી કર્મચારીઓ દ્વારા પેનડાઉન કરતા સીટી સર્વેની કચેરીમાં કામગીરી અટકી પડી છે અને અરજદારોને પણ કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે. કર્મચારીઓ દ્વારા ખાલી જગ્યા ભરવા મુળ જિલ્લામાં પરત ફરજ સોંપવા સહીતની પડતર માંગણીના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી છે.