મીનાક્ષીબેન દવે બી.એડ. કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી
રાષ્ટ્રીય વિદ્યાર્થી યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઇ) એ જામનગરની મીનાક્ષીબેન દવે બી.એડ. કોલેજના સંચાલક જયવીન દવે વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. એનએસયુઆઇના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી હતી, પરંતુ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહીં.
એનએસયુઆઇના જણાવ્યા મુજબ, સોલંકી ફોરમ નામની વિદ્યાર્થીની અને લખાના કુરકાન નામના વિદ્યાર્થીએ ગજઞઈંમાં લેખિત ફરિયાદ કરી હતી કે કોલેજે તેમની પાસેથી 15000 રૂૂપિયાની એડવાન્સ ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લીધા હતા. વારંવારની રજૂઆતો બાદ ડોક્યુમેન્ટ્સ પરત કરવામાં આવ્યા હતા, પરંતુ ફી પરત કરવામાં આવી નથી.
એનએસયુઆઇના આરોપ મુજબ, કોલેજ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ ગેરકાયદેસર રીતે રાખી રહી છે અને ડોનેશન લેવા જેવી પ્રવૃત્તિઓ કરી રહી છે. કોલેજમાં પૂરતો સ્ટાફ ન હોવા અને મેનેજમેન્ટ ક્વોટાના નામે ડોનેશન ઉઘરાવવા જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. એનએસયુઆઇએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ મામલે તપાસ કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે વિનંતી કરી છે. યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તોસિફખાન પઠાન અને મહિપાલસિંહ જાડેજાએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.