ત્રંબા નજીક અકસ્માતમાં ઘવાયેલા તબીબી છાત્રનું સારવારમાં મોત
અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડ્યો, પરિવારમાં શોક
રાજકોટ નજીક ત્રંબા ગામ પાસે ગઈ તા. 12નાં બે બાઈક વચ્ચે સજોયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બીએએમએસના છાત્ર બ્રીજેશ કમલેશભાઈ પાંડર (ઉ.વ.22)નું અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ત્રંબામાં જીનીયસ હોસ્ટેલમાં રહી ગઢકા ગામના પાટીયા પાસે આવેલી ગ્લોબલ આયુર્વેદીક ઇન્સ્ટીટયુટમાં બીએએમએસ સેમેસ્ટર-9માં અભ્યાસ કરતો મૂળ વઢવાણના રતનપર ગામનો બ્રીજેશ પાંડર (ઉ.વ.22) ગઈ તા. 11નાં મિત્ર અલ્વાજ સાથે બાઇક પાછળ બેસી હોસ્ટેલથી ત્રંબા ગામે આવેલી હોટલમાં જમવા જવા રવાના થયો હતો.
તે હોટલ પાસે રોડ ક્રોસ કરી સામેની તરફ જમવા જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ તરફથી ત્રીપલ સવારીમાં ધસી આવેલા બાઇક ચાલક સાથે તેનું બાઈક અથડાતા બ્રીજેશ અને મિત્ર અલ્વાજ રોડ પર પડી જતા ઈજા થઈ હતી. જેમાં બ્રીજેશને ગંભીર ઇજા થતાં રાજકોટ બાદ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ગઈ તા. 12નાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આજી ડેમ પોલીસે આ અંગે મૃતકના પિતા કમલેશભાઈ પાંડર (ઉ.વ.51, રહે.હાલ ટીંબી, તા. ઉમરાળા)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર ત્રિપલ બાઇકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બ્રીજેશ બે ભાઈમાં મોટો હતો. પિતા ટીંબી ગામે હોસ્પિટલમાં ઓપીડી આસી. તરીકે નોકરી કરે છે.