રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ,જૂનાગઢ અને કડીમાં બનશે મેડિકલ કોલેજો, સરકારનું NOC

01:21 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યમાં નવી ખાનગી મેડિકલ કોલેજો શરૂૂ કરવા માટે રાજ્ય સરકારે ત્રણ દરખાસ્તો માટે ના-વાંધા પ્રમાણપત્રો જારી કર્યા છે. આ ત્રણ કોલેજો રાજકોટ, જૂનાગઢ અને કડીમાં શરૂૂ થશે. રાજકોટ અને જૂનાગઢની કોલેજોમાં એમબી બીએસની 150 બેઠકો હશે જ્યારે કડીમાં સૂચિત મેડિકલ કોલેજમાં 100 બેઠકો હશે. સરકારના સૂત્રોએ જણાવ્યું કે નેશનલ મેડિકલ કમિશન (ગખઈ)ની મંજૂરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 હતી અને રાજ્ય સરકાર તરફથી ગઘઈ મળ્યા પછી તરત જ વહીવટીતંત્રોએ ગખઈને મંજૂરી માટે અરજી કરી છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશન આગામી શૈક્ષણિક વર્ષ પહેલા આ ત્રણ નવી કોલેજોને મંજૂરી આપી શકે છે એટલે કે આવતા વર્ષથી રાજ્યમાં 400 વધારાની ખઇઇજ બેઠકો હશે.અગાઉ, સરકારે જાહેરાત કરી હતી કે ખેડા, આણંદ, ખંભાળિયા, છોટા ઉદેપુર, મહિસાગર, ડાંગ, અરવલ્લી, વેરાવળ અને બોટાદમાં 10 નવી મેડિકલ કોલેજો શરૂૂ કરવામાં આવશે. જો કે, આ સૂચિત કોલેજોમાંથી કોઈએ ગખઈની સંમતિ માટે અરજી કરી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ 10 કોલેજો ટૂંક સમયમાં આવે તેવી શક્યતા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે આ 10 નવી કોલેજો તબક્કાવાર શરૂૂ થશે જેથી તેમાંથી કેટલીક આગામી થોડા વર્ષોમાં ગખઈ પરવાનગી માટે અરજી કરી શકે.જો કે, જો આ ત્રણ કોલેજોને મંજૂરી આપવામાં આવે તો આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યમાં મેડિકલની 400 વધારાની બેઠકો થઈ શકે છે.6,850 ખઇઇજ બેઠકો ધરાવતી 40 મેડિકલ કોલેજો છે જેમાં છ સરકારી મેડિકલ કોલેજો અને 13 ૠખઊછજ સંચાલિત કોલેજોનો સમાવેશ થાય છે. એઈમ્સ રાજકોટમાં પચાસ બેઠકો અને વડોદરાના વાઘોડિયામાં બી કે શાહ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં 150 બેઠકો કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsMedical collegesrajkot
Advertisement
Next Article
Advertisement