રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેડિકલ કોલેજો-ડોક્ટરોએ ઇ-સિગારેટના સંશોધન, જાહેરાતમાં સામેલ ન થવા આદેશ

12:29 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં થતાં રિસર્ચ અંતર્ગત ઇ-સિગારેટ પર કોઇપણ પ્રકારના સંશોધન ન કરવા નેશનલ મેડિકલ કમિશન દ્વારા તાકીદ કરવામાં આવી છે. એટલુ જ નહીં ડોક્ટરોએ પણ આ પ્રકારની કોઇપણ કામગીરીમાં સામેલ ન થવું તેવી પણ તાકીદ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશન(NMC) દ્વારા તાજેતરમાં દરેક રાજ્યોની મેડિકલ કોલેજને એવી તાકીદ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં કોઇપણ મેડિકલ કોલેજમા ઇ-સિગારેટને લગતાં સંશોધન કરવા નહીં. હાલમાં યુવાનો સહિત લોકોમાં ઇ-સિગારેટને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ઇ-સિગારેટ જોખમી બને તે પહેલાં જ સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જોકે, આમ છતાં દેશના જુદા જુદા રાજ્યો અને વિસ્તારોમાં ગેરકાયદે ઇ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું છે. આ ઉપરાંત કેટલીક કોલેજોમાં ઇ-સિગારેટ પ્રોડક્ટ પર સંશોધન કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું હતું. જેના કારણે નેશનલ મેડિકલ કમિશને તમામ મેડિકલ કોલેજોને એવી સૂચના આપી છે. ભારત સરકાર દ્વાર ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિગારેટની હેરફેર કે આયત-નિકાસ પર પણ પ્રતિબંધ છે. આ ઉપરાંત ઇ-સિગારેટને લગતા કોઇપણ ઉત્પાદન કે ચીજ-વસ્તુની જાહેરાતમાં સીધી કે આડકતરી રીતે પણ ભાગ ન લેવા માટે તાકીદ કરવામાં આવી છે. આમ, કેન્દ્ર સરકારે સીધી રીતે ઇ-સિગારેટ પ્રતિબંધ મૂક્યો હોવાથી કોઇપણ મેડિકલ કોલેજમાં આ પ્રકારની પ્રોડક્ટને લઇને રિસર્ચ પણ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો સહિત તમામ સંબંધિત હોદ્દેદારો આ પ્રકારની કોઇ પ્રોડક્ટના વેચાણ, સંશોધન કે જાહેરાતમાં સીધો ભાગ ન લે અથવા તો કોઇ રીતે પ્રોત્સાહન ન આપે તેવી તાકીદ કરવામાં આવી છે. જો કોઇ ડોક્ટર કે સંસ્થા આ પ્રકારના કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરતાં હોવાનું બહાર આવે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Advertisement

Tags :
advertisingcolleges-doctorse-cigarettemedicalnotorderedresearchto engage in
Advertisement
Next Article
Advertisement