મેડિકલ સર્ટિ. કઢાવી દેવાના નામે 3 લાખ ખંખેરી લીધા
- ભાજપના કહેવાતા આગેવાન મનોજ ટીમાણિયા અને સિવિલ સર્જન સામે પોલીસમાં અરજી, પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત
રાજકોટ શહેરમાં આવેલી પીડીયુ સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદમાં સપડાયાના બનાવ બની ચુક્યા છે. ત્યારે વધુ એક વખત સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે જે બનાવમાં એક અશક્ત સફાઈ કામદારને ભાજપના કહેવાતા આગેવાનોનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ સફાઈ કામદારે તેમને વાત કરતા જણાવ્યું હતું કે, તેઓની તબિયત અશક્ત હોય મનપામાં રાજીનામું આપ્યું છે.જે મંજુર કરાવવાનું છે જેથી કહેવાતા ભાજપ આગેવાને મેડીકલ સર્ટી કઢાવવા અને રાજીનામું મંજુર કરાવવાના બહાને રૂા. 3 લાખની રકમ પડાવી રાજીનામું મંજુર નહીં કરાવી છેતરપીંડી કરતા અંતે કંટાળી ગયેલો પરિવાર પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા દોડીગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર રોડ સ્લમ ક્વાર્ટર 128માં રહેતા લાભુબેન ભીખાભાઈ પરમાર (ઉ.વ.57) નામના સફાઈ કામદારે પોતાની રજૂઆતમાં કહેવાતા ભાજપ આગેવાન એન એજન્ટ મનોજ ગોકુલભાઈ ટીચાણીયા (રહે પરસાણા નગર)નું નામ આપ્યું છે. લાભુબેને પોતાની પોલીસ કમિશનર અને પ્ર.નગર પોલીસ અને કરેલી રજૂઆતમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, તેઓ વોર્ડ નં. 5માં સફાઈ કામદારની નોકરી કરે છે અને સરકારી કાયમી નોકરી ધરાવે છે.
તેઓ નવેમ્બર 2024માં નિવૃત થનાર છે તેમજ તેમને એજન્ટ મનોજ સાથે ચાર વર્ષ પહેલા મુલાકાત થઈ હતી અને તેમને જણાવ્યું હતું કે, મનપામાં રાજીનામું આપ્યું હોય તે મંજુર કરાવવાનું હોય અને આ રાજીનામું કોઈ વ્યક્તિ શારિરીક રીતે અશક્ત જણાઈ આવે તો જ આ રાજીનામું મંજુર થાય એન તેમના વાલીવારસને નોકરી મળી શકે.
જેથી આરોપી મનોજે પેન્સન જતુ કરવા જણાવ્યું હતું અને મેડીકલ સર્ટી રજૂ કરવા પડશે આ બાબતે લાભુબેન પાસેથી મનોજે અલગ અલગ સમયે રૂા. 3 લાખની રકમ પડાવી લીધી હતી. અને છેલ્લે સિવિલ સર્જનની સહી કરેલું મેડીકલ સર્ટી પણ રજૂ કરતા મનપામાંથી રાજીનામું સ્વિકાર કરવામા આવ્યું નહોતું ત્યાર બાદ મનોજ ટીમાણીયાએ પૈસા પડાવી લેતા તેમની પાસેથી નાણા માંગતી આરોપીઓએ હાથ ઉંચા કરી દીધા હતાં આ મામલે પોલીસ કમિશનર અને પ્ર.નગર પોલીસમાં રજૂઆત કરી હતી. આ બનાવ મામલે કહેવતા ભાજપના આગેવાન મનોજ ટીમાણીયા વિરૂરધ્ધ પોલીસ ગુનો નોંધશે કે કેમ ? એ હાલ તપાસનો વિષય છે.
વ્યાજખોરોની ઉઘરાણીથી પરિવારે ઘર છોડી બીજે રહેવા જવું પડ્યું
લાભુબેને આક્ષેપો કર્યા હતાં કે, મનોજ ટીમાણીયાને જે નાણા આપ્યા એ વ્યાજખોર પાસેથી લીધા હોય જેથી વ્યાજખોરો પણ ઉઘરાણી કરવા ઘરે આવતા હોય આ પૈસા ભરવા સમક્ષમ ન હોય અને તેઓ માથાભારે હોય અપહરણ કરી જવાની ધમકી આપતા હોય જેથી લાભુબેન અને પરિવાર સ્થળાંતર કરી અન્યત્રે રહેવા જવું પડયુું હતું.