અમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસ
આવકવેરા વિભાગના 500 અધિકારીઓ દ્વારા સર્ચ અને સરવે તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા
અમદાવાદમાં મુંબઈ ઈન્કમટેક્સ વિભાગના અધિકારી ના નિરીક્ષણ હેઠળ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીડિયા રીયલ એસ્ટેટ તેમજ બિલ્ડર અને ફાઇનાન્સ ગ્રુપ ઉપર અમદાવાદ તેમજ મુંબઈમાં 35 જગ્યાઓ પર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. સતત બીજા દિવસે આદરોડા ની કામગીરી ચાલુ છે અને તપાસ દરમિયાન કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાનું રચાઈ ગયું છે જોકે આવકવેરા વિભાગના અધિકારીઓ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરી નથી.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મીડિયા ગ્રુપની ન્યૂઝ ચેનલની ઓફિસ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. જેની કાર્યવાહી મોડી રાત્રી સુધી શરૂૂ હતી. આ સાથે બિલ્ડર પ્રવીણ કોટકના ઈસ્કોન ગ્રૂપ તેમજ બિટકોઈ નથી માંડીને બોન્ડ ટ્રેઝરી, શેર બ્રોકર સહિત ફાઇનાન્સિયલ ક્ષેત્રમાં કામ કરતા ફાઈનાન્સર બી. અગ્રવાલ ગ્રૂપની ઓફિસ તેમજ રેસિડેન્શિયલ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલી રહી છે.
મુંબઈ આવકવેરા વિભાગના ડાયરેક્શન હેઠળ ચાલુ રહેલા સર્ચ ઓપરેશનમાં મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સહિત અન્ય શહેરોના 500 જેટલા અધિકારીઓ સહિતનો સ્ટાફ જોડાયો છે. આવકવેરા વિભાગ દ્વારા મીડિયા ગ્રુપની ખાનપુર ઓફિસ અને રેસિડેન્સ તથા એસ.જી. હાઈવે પર ઈસ્કોન ચાર રસ્તા પાસે આવેલી ઓફિસ સહિત 12 સ્થળે તેમજ દીપ સુરેશ ગઢેચા, બી. અગવાલ, દેવલ, શેરબોકર રાજેશ ઝવેરી, પ્રવીણ કોટકના ઈસ્કોન ગ્રૂપની ઓફિસ, ક્ધસ્ટ્રક્શન સાઈ ટની ઓફિસ સહિત કુલ 35 જેટલા સ્થળે સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
સીઆરપીએફ અને એસઆરપીની સાથે પોલીસના કડક બંદોબસ્ત હેઠળ અલગ અલગ 35 થી વધુ સ્થળોએ બરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે . દરોડામાં કરોડોના શંકાસ્પદ અને બિનહિસાબી વ્યવહારો ધરાવતી કાચી નોંધ, ડાયરીઓ, લેપટોપ, ડિજિટલ ડેટા, સહિત વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે અને ડિજિટલ ડેટા સહિતના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે અને તપાસને અંતે જંગી કરચોરી પકડાવાની શક્યતા છે. આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ત્રણ-ચાર દિવસ ચાલુ રહેવાની શક્યતા છે.
મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા અમદાવાદ ના બિલ્ડર ઈસ્કોન ગ્રુપ, અને ફાઇનાન્સર અગ્રવાલ જૂથ આવકવેરાની ઝપટે ચડયા છે અને 35 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મીડિયા ગ્રુપ ઉપરાંત ફાઇનાન્સ, બિલ્ડર અને શેર બ્રોકરને ત્યાં ઓફિસે તેમજ નિવાસસ્થાન, પ્રોજેકટ સ્થળ જેવા સ્થાનોને તપાસ ચાલુ છે.
તપાસમાં જુદા જુદા રેકોર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી છે. કરોડો રૂૂપિયાના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.મુંબઇ, અમદાવાદ, સુરત તથા રાજકોટથી પણ અધિકારીઓને દરોડા માટે બોલાવવામાં આવ્યા હતા અને આવકવેરાની ટીમો અલગ અલગ ઠેકાણા પર ત્રાટકી હતી. હિસાબી સાહિત્યથી લઇને અનેકવિધ ડિજિટલ તથા ફિઝિકલ દસ્તાવેજોની ચકાસણી શરૂૂ કરવામાં આવી હતી.