For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદેશમાં MBBS, ગુજરાતમાં MDના પાટિયા

04:32 PM Dec 25, 2023 IST | Sejal barot
વિદેશમાં mbbs  ગુજરાતમાં mdના પાટિયા

રશિયા, યુક્રેન સહિતના જુદા જુદા દેશોમાંથી એમબીબીએસ-મેડિકલનો અભ્યાસ કર્યા પછી પરત આવતાં વિદ્યાર્થીઓ પૈકી કેટલાક પોતાની ડિગ્રીમાં એમ.ડી. એવો ઉલ્લેખ કરી રહ્યા છે, વિદેશમાંથી મળતી એમડીની ડિગ્રી સ્થાનિક કક્ષાએ એમબીબીએસ સમકક્ષ હોવાથી ગુજરાત મેડિકલ કાઉન્સિલે રજિસ્ટ્રેશન સમયે જ ડિગ્રીમાં માત્ર એમબીબીએસનો ઉલ્લેખ કરવા તાકીદ કરી હોવા છતાં અનેક ડોક્ટરો એમ.ડીનો ઉલ્લેખ કરતાં હોવાથી અનેક નાગરિકો ગેરમાર્ગે દોરાઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. દેશમાંથી મોટી સંખ્યામાં હજારો વિદ્યાર્થીઓ દરવર્ષે યુક્રેન-રશિયા, ચીન, ફિલિપાઇન્સ સહિતના જુદા જુદા દેશોમાં મેડિકલ એટલે કે એમબીબીએસનો અભ્યાસ કરવા જાય છે. આ વિદ્યાર્થીઓ પાંચ વર્ષનો અભ્યાસ કરીને પરત આવે ત્યારે તેમને જે ડિગ્રી આપવામાં આવે તેમાં એમ.ડી. એવો ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય રીતે દેશમાં ધો.12 પછી મેડિકલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પાંચવર્ષ પછી એમબીબીએસની ડિગ્રી એનાયત કરવામાં આવતી હોય છે. વિદેશમાં પણ આ જ પ્રકારે એમબીબીએસની ડિગ્રી એનાયત કરવામાં આવે છે પરંતુ એમબીબીએસની જગ્યાએ એમ.ડી. એવો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ દેશમાં પરત આવ્યા બાદ જે તે રાજ્યની સ્થાનિક કાઉન્સિલમાં પ્રેક્ટિસ માટે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે એવી સ્પષ્ટ તાકીદ કરાઈ છે કે, ડિગ્રીમાં માત્ર એમબીબીએસ એવો ઉલ્લેખ કરવાનો રહેશે. સૂત્રો કહે છે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ બહારના દેશોમાંથી મેડિકલનો અભ્યાસ કરાનારા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન સમયે ડિગ્રીમાં માત્ર એમબીબીએસ એવો ઉલ્લેખ કરવાની તાકીદ કરવામાં આવે છે. વિદેશથી આવેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ડિગ્રીમાં એમબીબીએસ એવો જ ઉલ્લેખ કરે છે પરંતુ કેટલાક ડોક્ટરો પોતાની પાસે ઊંંચી ડિગ્રી છે તેવું દર્શાવવા એમ.ડી. લખે છે. આ પ્રકારના લખાણ જોઇને અનેક દર્દીઓ ગેરમાર્ગે દોરાઇ રહ્યા છે. તાજેતરમાં સુરતમાં એક ડોક્ટર વિશાલ ગોયલનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. ગંભીર બેદરકારીના કારણે આ લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. પરંતુ તેની ડિગ્રી સહિતના ડોકયુમેન્ટની તપાસ કરતાં આ ડોક્ટર યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી ડિગ્રીમાં એમ.ડી. ફિઝિશિયન એવો ઉલ્લેખ કરતાં હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

રાજ્યમાં અનેક ડોક્ટરો ડિગ્રીના મુદ્દે અસમંજસભરી સ્થિતિ

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા જે તે ડોક્ટરને પ્રેક્ટિસની છૂટ આપતી વખતે દસ્તાવેજોની ચકાસણી કરીને ડિગ્રીમાં કેવો ઉલ્લેખ કરવો તેની તાકીદ કરવામાં આવે છે. આમ છતાં શહેરમાં અને રાજ્યમાં કેટલાક ડોક્ટરો ઊંંચી ડિગ્રી દર્શાવવા માટે એમ.ડી.-એમ.એસ. એવો પ્રયોગ કરતાં હોવાનું બહાર આવ્યું છે. વિદેશમાંથી મળેલી એમ.ડી.ની ડિગ્રી દેશમાં એમબીબીએસની સમકક્ષ હોવાથી માત્ર એમબીબીએસ એવો ઉલ્લેખ કરવા કાઉન્સિલ દ્વારા સૂચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement