મયુર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધસંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે અપાતા યુવા પુરસ્કારની જાહેરાત 18 જૂનના રોજ કરવામાં આવી છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની વિવિધ ભાષાના યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષાનાં યુવા પુરસ્કાર તરીકે યુવા લેખક મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીની પસંદગી કરવામાં આવી છે. મયૂર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ માટે વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 23 ભાષાના યુવા લેખકોને યુવા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરીને આપવાની જાહેરાત કરાઈ છે.
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર માટે અલગ અલગ ભાષાના જાણકારોની જ્યુરી મેમ્બરની પેનલ બનાવવામા આવી હતી. જેમાં ગુજરાતી ભાષા માટે જ્યુરી મેમ્બર તરીકે ડો. દર્શના ધોળકિયા, વર્ષા અડાલજા અને પ્રો. ભરત પંડ્યા હતા. આ જ્યુરી મેમ્બરો દ્વારા યુવા પુરસ્કારની પસંદગી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાત સાહિત્ય અકાદમી વર્ષ 2023 માટે બાળ વિભાગના બાળ વાર્તા કેટેગરીમાં યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈના પુસ્તક અજય-અમિત અને મિલનું ભૂત (કિશોર સાહસકથા)ને પ્રથમ ક્રમે પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. યુવા લેખક મયૂર ખાવડુ મૂળ જૂનાગઢના વતની છે.
તેઓ લેખક ઉપરાંત વ્યવસાયે પત્રકાર છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પત્રકારત્વ ભવનમાંથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી અને ખ.ાવશહ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે ટીવી નાઈન ગુજરાતી ન્યૂઝ ચેનલ, જીએસટીવી ન્યૂઝ ચેનલ સહિતના મીડિયા હાઉસમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારમાં કટાર લેખનનું કામ કર્યું છે.