For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મયુરધ્વજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

11:18 AM Nov 26, 2024 IST | Bhumika
મયુરધ્વજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ
Advertisement

જેએમજે ગ્રૂપના સ્થાપક અને ચેરમેન યુવાનો માટે આદર્શ: સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ સેવાને પ્રાધાન્ય આપવું એ જ જીવનમંત્ર

સમાજમાં જ્યારે કોઈ માજમાં જ સમસ્યા ઊભી થાય છે. ત્યારે લોકો તેના વિશે વાત છે, પરંતુ વાત કરનારા લોકો તેનો ઉકેલ શોધવાનું કયારેપ વિચારતા નથી. મોટાભાગના લોકો સમસ્યાને ઉકેલવામાં પોતાની કોઈ જ જવાબદારી અનુભવતા નથી. પરંતુ આપણા રાજકોટ શહેરમાં એવા એક વ્યક્તિ છે જે સમસ્યા વિશે ચર્ચા કરવામાં નહીં પરંતુ તેનો ઉકેલ લાવવામાં માને છે.

Advertisement

જેમણે પરિવર્તન લાવવા કે નવી શરુઆત કરવા માટે બીજા કોઈની રાહ જોઈ નથી. તેઓએ પોતે જ પરિવર્તન કરવાનું નક્કી કર્યું અને આજે તેમનું નામ રાજ પ્લેટ શહેરમાં જ નહીં દેશ-વિદેશમાં છે. સેવાના પર્યાપ અને આદર્શ એવા રાજકોટના મયુરધ્વસિંહ જાડેજાના નામથી કોઈ અજાણ નથી. મયુરધ્વજ સિહ જાડેજા સફળ બિઝનેસમેન, સમાજસેવક અને સફળ બિલ્ડર છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે દેશ -વિદેશથી તેમને શુભકામનાઓ મળી રહી છે. મયુરધ્વજસિહ જાડેજા એવા વ્યકિત છે

જે સમાજના દરેક વર્ગ માટે કંઈક કરવા માંગે છે. જેથી તેઓ આગળ આવે અને તેમનો પણ ગ્રોથ થાય. અને સૌથી મહત્વનું કે પોતાના સેવાકાર્યોના બદલામાં તેઓ સામેના પક્ષેથી કોઇ જ અપેક્ષા રાખતા નથી. મયુરધ્વજસિંહ જાડેજા ખરા અર્થમા સામાજિક સાહસિક છે.

મયુરધ્વજસિહ જાડેજા રાજકોટનું જાણીતું નામ છે. તેઓ સફળ બિઝનેસમેન, બિલ્ડર અને સમાજ સેવક છે. તેમનામાં પહેલાથી જ લોક કલ્યાણની ભાવના હતી જેને સાકાર કરવા માટે તેમણે જે.એમ.જે ગૃપની સ્થાપના કરી. જે.એમ.જે ગૃપનું એક જ ધ્યેય છે કે દીકરીઓની, જરૂૂરીયાતમંદોની અને વિદ્યાર્થી ઓની મદદ અને સેવા કરવી. તેઓએ અનેક બાળકોને પ્રધાનમંત્રી વીમા કવચ હેઠળ આવરી લઈ તેમના પ્રીમિયમ ભરવાની જવાબદારી સ્વીકારી છે. ટુંકમાં કહીએ તો છેલ્લા ઘણા વર્ષોથી મયુરધ્વજસિંહ જાડેજા રાજકોટના અનેક જરૂૂરીયાતમંદોના જીવનને જ નહીં પણ ભાગ્યને બદલવાની જવાબદારી લીધી છે.

સંપત્તિ જ સાચું સુખ નથી, દીકરીઓના આશીર્વાદ મળે અને જે સંતોષ થાય તે અમૂલ્ય છે: મયુરધ્વજસિંહ જાડેજા
જે એમજે ગ્રુપના સ્થાપક મયુરાવજસિહનું નામ આવે એટલે અનેક દીકરીઓના અંતરથી આશીર્વાદ નીકળે. કારણ કે અત્યાર સુધીમાં તેમણી અનેક દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી સાસરે વળાવી છે. સમુહ લગ્ન પણ એવા કે દેશ-વિદેશમાં તેની ચર્ચા થાય. મજુરધ્વજસિંહને આ કાર્યમાં તેમના પત્ની અને પરિવારજની સહયોગ કરે છે. તેમણે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારની દીકરીઓના સમુહલગ્ન કરાવવાની શરૂૂઆત વર્ષ 2019થી કરી હતી. જે કાર્ય દર વર્ષે અવિરત પણે ચાલે છે. તેઓ અત્યાર સુધીમાં અનેક દીકરીઓના સંપૂર્ણ કરિયાવર સાથે તેમના જાજરમાન લગ્ન કરાવી તેમને સાસરે વળાવી ચૂકવા છે. ખાસ વાત એ છે કે તેમણે પોતે પણ સમુહલગ્નમાં જ લગ્ન કરી અનોખું ઉદાહરણ પુરું પાડયું છે.

અમદાવાદ, મુંબઇમાં પણ JMJ ગ્રૂપના પ્રોજેક્ટ નંબર-1
જેએમજે ગૃપના પ્રોજેક્ટ માત્ર રાજકોટમાં જ નહીં અમદાવાદ અને મુંબઈ જેવા મહાનગરોમાં પણ લોકપ્રિય છે. અમદાવાદની વાત કરીએ તો અહીં વેરહાઉસ, લોજીસ્ટીક પાર્કમાં ઓફિસ પાર્કિંગ, વેબ્રીજ, કોમર્શીયલ કોમ્પલેક્ષ, હાઈ કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધા અમલી બનાવાય છે. મયુરધ્વજસિંહ જાડેજાએ મુંબઈ ખાતે પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. એટલું જ નહીં સોલાર એનર્જી ક્ષેત્રે જેએમજે ગૃપ અગ્રેસર છે. જે અંતર્ગત મહારાષ્ટ્રના ભિવંડીમાં 12.5 મેગાવોટના સોલાર પ્લાંટ થકી સિપ્લા અને અન્ય મલ્ટીનેશનલ કંપનીઓને જેએમજે ગૃપ પાવર કોર્પોરેશન પાવર પુરો પાડી મહારાષ્ટ્ર સોલાર પાવર પ્રોજેક્ટમાં પણ યોગદાન આપે છે. જેએમજે ગૃપે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં એમપી, તમીલનાડુમાં પણ સોલાર પ્રોજેક્ટ હાથ ધર્યા છે.

દેશ-વિદેશમાં રાજકોટનું નામ કર્યું રોશન
રાજકોટના જેએમજે ગૃપના સ્થાપક અને સીએમડી મયુરધ્વજસિહ જાડેજા વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છે. સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે રહેનાર મયુરધ્વજસિંહ જાડેજા રિયલ એસ્ટેટ, ટેક્સટાઈલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને ફિલ્મ પ્રોડકશન સહિતના સફળ વ્યવસાય ચલાવી રહ્યા છે. આ ક્ષેત્રે પણ તેઓ નંબર વન છે. તેમણે પોતાની બિઝનેસની આવડતથી રાજકોટના નામનો ડંકો દેશભરમાં જ નહીં વિદેશમાં પણ વગાડયો છે. સેવા અને બિઝનેસ ક્ષેત્રે યુવા વયમાં અને ઓછા સમયમાં અસાધારણ ઉપલબ્ધિ મેળવવા બદલ મયુરધ્વજસિંહનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પણ કરવામાં આવ્યું છે.

જે પણ કરવું તે દિલથી કરવું, એ પ્રેરણા મયુરધ્વજસિંહને મળી પિતા એમ.બી.જાડેજા તરફથી

મયુરધ્વજસિંહ જાડેજા સેવા કાર્ય કરે કે બિઝનેસ તેમાં તન, મન, ધનથી મહેનત કરવામાં અને સતત આગળ વધવામાં માને છે. આ પ્રેરણા તેમને તેમના પિતા તરફથી મળી છે. મયુરધ્વજસિંહ જાડેજાના પિતા એમ બી જાડેજા પીજીવીસીએલના પૂર્વ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. એમ બી જાડેજા જ્યારે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પદે કાર્યરત હતા ત્યારે તેમની કામગીરી એટલી ઉત્કૃષ્ટ રહી હતી કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નોકરી પૂરી થતાં ત્રણ વખત એક્સટેન્શન આપ્યું હતું. સેવાકાર્યો માટે મૈસુર (કર્ણાટક)ના સાંસદ સભ્ય યદુવીર ક્રિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, યુ.પી.ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવર રઘુરાજપ્રતાપસિંહજી (ભદરી) તેમજ રાજકોટના ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જાડેજા દ્વારા ગ્રુપના મેનીજીંગ ડિરેક્ટર મયૂરદવજસિહ જાડેજા (પડાણા) નું સન્માન કરાયું હતું. રાજકોટ ગરાસિયા છાત્રાલયમાં એક માળમાં નવા રુમ વધારવા 1.25 કરોડનું અનુદાન પણ મયૂરધ્વાજસિહએ આપેલું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement