રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેયરના લોકદરબારનો હિસાબ, 50 ટકા પ્રશ્ર્નો હલ

04:49 PM Aug 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મેયર તમારે દ્વાર અંતર્ગત 1 થી 18 વોર્ડમાં લોક દરબાર મેયર દ્વારા યોજવામાં આવેલ જેમાં કુલ 1547 પ્રશ્ર્નો રજૂ થયા હતાં. જે પૈકી 756નો નિકાલ કરવામાં આવ્યો છે. અને બાકીના પેન્ડીંગ રહેલા હોય આગામી દિવસોમાં તમામ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર માન.શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરવામાં આવેલ. આ લોક દરબારમાં નાગરિકો તરફથી 1547 પ્રશ્ર્નો રજુ થયેલ રજુઆતો, પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં 756 પ્રશ્ર્નોનો હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવેલ હતો.

જે અંતર્ગત મેયરના અધ્યક્ષ સ્થાને વોર્ડ નં.1 થી વોર્ડ નં.18માં મેયર તમારા દ્વારે લોક દરબાર કાર્યક્રમ તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન યોજવામાં આવ્યો. આ મેયર તમારા દ્વારે લોક દરબારનો વોર્ડ વાઇઝ બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધેલ.આ મેયર તમારા દ્વારે લોક દરબારમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, લગત વિધાનસભાના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, લગત વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિતિ રહ્યા હતા.

વોર્ડ વાઈઝ ફરિયાદ
વોર્ડ-1 82 ફરિયાદ
વોર્ડ-2 38 ફરિયાદ
વોર્ડ-3 92 ફરિયાદ
વોર્ડ-4 92 ફરિયાદ
વોર્ડ-5 64 ફરિયાદ
વોર્ડ-6 39 ફરિયાદ
વોર્ડ-7 63 ફરિયાદ
વોર્ડ-8 98 ફરિયાદ
વોર્ડ-9 99 ફરિયાદ
વોર્ડ-10 105 ફરિયાદ
વોર્ડ-11 134 ફરિયાદ
વોર્ડ-12 46 ફરિયાદ
વોર્ડ-13 78 ફરિયાદ
વોર્ડ-14 77 ફરિયાદ
વોર્ડ-15 126 ફરિયાદ
વોર્ડ-16 90 ફરિયાદ
વોર્ડ-17 40 ફરિયાદ
વોર્ડ-18 184 ફરિયાદ
કુલ ફરિયાદ 1547

Tags :
gujaratgujarat newsLokdarabarrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement