રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેયર તમારે દ્વાર : સોમવારથી વોર્ડ વાઈઝ લોકદરબાર

04:22 PM Jul 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયર તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે.

આ લોક દરબારના સફળ આયોજન માટે અને વધુને વધુ નાગરિકો લાભ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે તા.19-07-2024ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી. જેમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તેમજ સહાયક કમિશનર, વોર્ડ એન્જીનિયર, વોર્ડ ઓફિસર, નાયબ પર્યાવરણ ઈજનેર, નાયબ મેડીકલ ઓફિસર વગેરે અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગનું સંચાલન સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળાએ કર્યું હતું તેમજ મીટિંગના અંતમાં આભાર વિધિ શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયાએ કરી હતી.

મીટીંગમાં મેયરે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2005થી આ લોક દરબાર કાર્યક્રમો કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સહયોગથી કામગીરી કરવાથી આ કાર્યક્રમોમાં લોકોની ફરિયાદોનું ત્વરિત અને સમયમર્યાદામાં નિવારણ થાય તે મુજબ કામગીરી કરવામાં આવે તે જરૂૂરી છે. મીટિંગમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ સમગ્ર લોક દરબારના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સવારે 09:00થી 11:00 દરમ્યાન સંબંધિત વોર્ડના વોર્ડ ઓફિસરએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવાનું રહેશે.

નાગરિકો દ્વારા રજુ થયેલ નીતિવિષયક બાબતોની નોંધ કરવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ લગત ફરિયાદોનું નિયમિતપણે ફોલો-અપ લેવાનું રહેશે. મ્યુનિસિપલ કમિશનરએ મીટિંગમાં ઉપસ્થિત અધિકારીઓકર્મચારીઓને જણાવ્યું હતું કે, લોક દરબારમાં ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાના સેવા લગત પ્રશ્નો તેમજ વ્યવસ્થાપન લગત પ્રશ્નો અને સામુહિક સાર્વત્રિક વિકાસ લગત પ્રશ્નોની આ કાર્યક્રમમાં નોંધ કરી, તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે મુજબનું સુચારૂૂ આયોજન છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement