મનપા સંચાલિત શાળાઓમાં બોર રિચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરાવતા મેયર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.03/06/2025, મંગળવારના રોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના ઈ.જ.છ. ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા, વહી જતા વરસાદી પાણીને નવા બોર કરી, રીચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો. આ શુભારંભ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગીર ગંગા પરિવાર ટ્રસ્ટથના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના ઈ.જ.છ.ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જુદી જુદી શાળાઓ તથા હાઈસ્કુલના કેમ્પસમાં કુલ-70 બોર કરવામાં આવનાર છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક વિસ્તારોમાં ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં 11,111 ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી 275 થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ 11,111 રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ તેમાંથી 1400 થી વધુ બોર રીચાર્જ થઈ ચુક્યા છે. આ રીતે વરસાદી પાણીનું યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ શકે તેમ છે.
આ શુભારંભ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, ડો.દેવાંગી મૈયડ, પ્રતાપભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલઘા, કૌશિકભાઈ સરધારા, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય સોનલબેન ફળદુ, રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જી.કે.પી.દેથરીયા, આસી.કમિશનર અને પી.એ.ટુ કમિશનર એન.કે.રામાનુજ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી. ઘોણીયા, આસી. એન્જી.વિશાલ વાગડીયા, વર્ક આસી.મયુર વેગડ વગેરે ઉપસ્થિત રહેલ હતા.