For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેહલ સાથે બેઠક બાદ મેયર પણ ફુલ ફોર્મમાં

03:57 PM Mar 13, 2025 IST | Bhumika
નેહલ સાથે બેઠક બાદ મેયર પણ ફુલ ફોર્મમાં

Advertisement

40 વર્ષથી સંકલનની બેઠકમાં મુકાતા પ્રશ્ર્નો પોતાની પાસે મગાવી લીધા, પ્રશ્ર્નોતરીની ફાળવણી પણ સેક્રેટરી વિભાગ પાસેથી આંચકી લેવાઈ

Advertisement

મહાનરગપાલિકામાં છેલ્લા ઘણા સમયથી મેયર નયનાબેન પેઢડિયા વિરુદ્ધ એક જુથ કામ કરી રહ્યું હોય અને સતત તેમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજ પ્રકરણને પણ બહુ ચગાવ્યા બાદ યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ તેમની અવગણના કરવામાં અવાી હતી. જેની પાછળ એક જુથનો હાથ હોવાની પણ ચર્ચા જાગી હતી. છતાં મેયર દ્વારા હું જુથવાદમાં માનતી નથી ફક્ત મારુ કામ કરીએ રાખુ છું તેવુ નિવેદન આપ્યુ ંહતું. પરંતુ ગઈકાલે પ્રશ્ર્નતરી માટે નેહલ શુકલે મેયર નયનાબેન પેઢડિયા સાથે મુલાકાત કરી અનેક મુદદ્દે ચર્ચા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ બેઠકના ભાગરૂપે મેયરે પણ ફુલફોર્મ બતાવી છેલ્લા 40 વર્ષથી સંકલનની બેઠકમાં મુકાતા પ્રશ્ર્નોની સત્તા પોતાની પાસે લઈ સેક્રેટરી વિભાગ દદ્વારા કરવામાં આવતી પ્રશ્ર્નોની ફાળવણીની સત્તા પણ આાંચકી લેવામાં આવી છે. અને તેમના અચાનક આ પ્રકારના પગલાથી પદાધિકારીઓમાં પણ તર્કવિતર્ક થવા લાગ્યા છે.

મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાની સતત અવગણના થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. મેયરની સત્તાની રૂહે લેવામાં આવતા અનેક નિર્ણયો અન્ય પદાધિકારીઓ દ્વારા લેવામાં આવી રહ્યાના પણ આક્ષેપો થયા હતાં. પરંતુ મનપાની ચૂંટણી આડે હવે 10 માસ જેટલો સમય બાકી હોય જુથવાદ ફરી સપાટી ઉપર આવ્યો છે. મેયરને હાંસિયામાં ધકેલી દેવામાં કાર્યરત થયેલ એક જૂથનું મોઢુ બંધ કરવા માટે ગઈકાલે નેહલ શુકલ સાથે બેઠક યોજ્યા બાદ મેયર ફુલફોર્મમાં આવી ગયાનું જાણવા મળેલ છે. નિયમ મુજબ નેહલ શુકલ પ્રશ્ર્નોતરીનો છેલ્લો દિવસ હોય પ્રશ્ર્ન રજૂ કરવા માટે મેયરને મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ જાણકારોના જણાવ્યા મુજબ નેહલ શુકલ દ્વારા ઘણા સમયથી પદાધિકારીઓ અને શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા મુકવામાં આવેલી દરખાસ્તનો સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં વિરોધ થતો આવ્યો છે.

અને પક્ષમાં રહીને પણ પક્ષના સભ્યો દ્વારા થતાં કામોમાં પણ દખલગીરી કરી ખોટા કામો બંધ કરાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ છેલ્લા ઘણા સમયથી મહાનગરાપલિકાના શાસકપક્ષમાં ઉભો થયેલો જૂથ વાદ ફરી વખત સપાટી ઉપર આવ્યો હોય તેમ મેયરે અચાનક જનલ બોર્ડની પ્રશ્ર્નોતરીની તમામ સત્તા પોતાના હસ્તક લઈ જનરલ બોર્ડના અધ્યક્ષ તરીકેની જવાબદારી લઈ લેતા વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હોય તેમ કોર્પોરેશનમાં તરેહ તરેહનીચર્ચાઓ જોવા મળી છે અને મેયરના સમર્થકો ગેલમાં આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement