રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ જૂનમાં ખુલ્લુ મુકાશે

05:14 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં મવડી મેઈન રોડ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. આજ રોજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત કરી ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવેલ કે, જૂન માસમાં સ્ટેડિયમ તૈયાર થઈ જતાં સંભવત લોકાર્પણ કરવામાં આવશે.

Advertisement

ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.12માં મવડી મેઈન રોડ પર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણ થવાથી રાજકોટ શહેરને રમત-ગમત માટે એક ભવ્ય અને આધુનિક સુવિધા સાથેનું સંકુલ પ્રાપ્ત થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 11831.00 ચો.મી. જગ્યામાં 9500.00 ચો.મી. બાંધકામ કરવામાં આવી રહ્યું છે, આ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો અંદાજિત ખર્ચ રૂૂા.22.33 કરોડ થનાર છે. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિશની રમત માટેના બે ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલની રમત માટેના એક બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલની રમત માટેના એક વોલી બોલ કોર્ટ અને કબ્બડી માટેના ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન એડમિનિસ્ટ્રેશન એરિયા, વેટિંગ એરિયા, 1200 લોકો બેસી શકવાની ક્ષમતાવાળું ઇન્ડોર સ્ટેડિયમ, પ્લે-ગ્રાઉન્ડ એરિયા (44 મી.34 મી.) જેમાં બેડમિંટન રમત માટે છ કોર્ટ અને એક મલ્ટી ગેમ કોર્ટ, સ્કવોશ રમત માટેનો હોલ (26 મી. 8 મી.) જેમાં બે સ્કવોશ કોર્ટ, ટેબલ ટેનિસ રમત માટેનો હોલ (26 મી. ડ 8 મી.) જેમાં છ ટેબલ ટેનિસ, 10 મી. અરચેરી રમત માટે મહીલા અને પુરૂષના અલગ એક-એક હોલ (18 મી.8 મી.)ની સુવિધા ઉપલબ્ધ થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના પ્રથમ ફ્લોર પર જીમ માટે મહીલા અને પુરૂૂષના અલગ એક- એક હોલ (21 મી. ડ 8 મી.), યોગા માટે મહીલા અને પુરૂૂષના અલગ એક-એક હોલ (20 મી.8 મી.), શૂટિંગ રેંજ રમત માટે મહીલા અને પુરૂૂષના અલગ એક-એક હોલ (28 મી.  8 મી.), ચેસ-કેરમ જેવી રમત માટે મહીલા અને પુરૂૂષના અલગ એક-એક હોલ (14 મી.8 મી.)ની સુવિધા પણ ઉપલબ્ધ થનાર છે, તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsMavdi indoor stadiumrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement