For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૌસમ બેઇમાન: ગરમી વચ્ચે ગાઢ ધુમ્મસ

02:08 PM Feb 02, 2024 IST | Bhumika
મૌસમ બેઇમાન  ગરમી વચ્ચે ગાઢ ધુમ્મસ

વાતાવરણમાં સતત આપતા બદલાવથી જનજીવન પ્રભાવિત: ધૂંઘળા મૌસમથી લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ

Advertisement

વાતાવરણમાં સતત બદલાવી આવી રહ્યો છે. એક દિવસ સાફ અને એક દિવસ ધૂંઘળુ હવામાન હોય છે. ત્યારે ગઇકાલે સુકુ વાતાવરણ રહ્યું હતું અને આજે સવારે વાતાવરણ ફરી આક્રમ થયું હતું. સવારથી જ ઠાર પડયો હતો અને વાતાવરણમાં ધૂમ્મસની ચાદર પથરાય ગઇ હતી. ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. જ્યારે હવાઇ સેવાને પણ અસર પડી હતા.

શિયાળી મૌસમ ધીમે-ધીમે વિદાય લઇ રહી છે અને વાતાવરણમાં સતત ફેરફાર થઇ રહ્યો છે. આ વર્ષ જે અન્ય વર્ષના પ્રમાણમાં ઠંડી ઓછી પડી છે અને મૌસમ સતત પલટી રહી છે. બે દિવસ વાતાવરણ સુકુ રહે છે. તો ત્રણ-ચાર દિવસ હવામાન ભેજવાળુ જોવા મળી રહ્યું છે. ગઇકાલે વાતાવરણ સુકુ રહ્યું હતું અને ધુમ્મસ જોવા મળી હતી નહીં જ્યારે લોકોને બફારાનો અનુભવ થયો હતો અને તડકો પણ તિખો હોય તેવો અહેસાસ લોકોએ કર્યા હતો. જ્યારે આજે વાતાવરણ ફરી આક્રમક થયું હતું અને વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું અને ઠંડીનો ચમકારો દેખાયો હતો.

Advertisement

સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા તેની અસર લોકોના રૂટની કામકાજ પર પડી હતી. તેમજ ધુમ્મસના લીધે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. હાઇ-વે ઉપર વિઝિબિલીટી ઘટતા અને ધૂંઘળા વાતાવરણના લીધે રસ્તા પર અને હાઇ-વે પર વાહનચાલકોને વાહનની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી અને વાહન ચલાવવા પડયા હતા. ત્યારે વિઝિબિલીટ ડલ હોવાથી વિમાની સેવાને પણ અસર થઇ હતી ઘણી ફલાઇટોના શિડપુલમાં ફેરફાર થતા વહેલી-મોડી થઇ હતા. જેથી મુસાફરોને મુશ્કેલી પડી હતી.સવારે વાતાવરણ ધુમ્મસવાળુ હતું જ્યારે 9 વાગ્યા બાદ વાતાવરણમાં તડકો જોવા મળ્યો હતો. અને 9 વાગ્યા બાદ લોકોને ફરી ગઇકાલ જેવો અનુભવ થયો હતો. અને બફારો શરૂ થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement