રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં 53 સ્થળોએ મટકી ફોડ સ્પર્ધા યોજાશે

04:14 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં તા.26/08/2024ના રોજ મટકી ફોડ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી 1 થી 5 વિજેતાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.26/08/2024, સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં મટકી ફોડ સ્પર્ધા યોજાશે જેમાં જય મચ્છો યુવા ગૃપ નાણાવટી ચોક, જાસલ કોમ્પ્લેક્ષની સામે, મુરલીધર યુવા ગૃપ મુરલીધર ચોક-નાણાવટી ચોકથી અંદર, માલધારી યુવા ગૃપ રામદેવ પીર ચોક 150 ફુટ રીંગ રોડ , કૃષ્ણ ચંદ્ર યુવા ગૃપ શીતલ પાર્ક, 150 ફુટ રીંગ રોડ, જય ઠાકર યુવા ગૃપ શહીદ સુખદેવ ટાઉનશીપ, કોમન પ્લોટ, રાણીમાં રૂૂડીમાં યુવા ગૃપ રાણીમાં રૂૂડીમાં ચોક, રૈયાધાર મેઇન રોડ, જય ઠાકર યુવા ગૃપ રાધેશ્યામ ગૌશાળા ચોક, પાણીના ટાંકાની બાજુમાં, રૈયાધાર, જય દ્વારકાધીશ ગૃપ મારૂૂતિ હોલની સામે, લાખના બંગલાવાલો રોડ, ખોડિયાર પાનની બાજુમાં, બંસરી કોમ્પ્લેક્ષ, શ્રી જય મહાવીર હનુમાન 80 ફુટ રોદ લાખના બંગલા વાળો રોડ, માધવ હોલ, ગાંધીગ્રામ ચક્રધારી વાસુદેવ યુવા ગૃપ જીવંતિકા નગર મેઇન રોડ, ગાંધીગ્રામ, રાજકોટ, મચ્છો માં ગ્રૂપ રૈયા ગામ ચોક-મચ્છો માં ચોક, બાપાસીતારામ ગૃપ (ભોમેશ્વર પ્લોટ) ભોમેશ્વર મહાદેવ મંદિર પાસે, ભોમેશ્વર પ્લોટ રાજકોટ, બાપાસીતારામ ગૃપ (બજરંગવાડી) બજરંગવાડી સર્કલ, જામનગર રોડ, રાજકોટ, જય દ્વારકાધીશ ગૃપ આમ્રપાલી અંડરબ્રીજ ઉપર ભોમેશ્વર મહાદેવ મંદિર, ચુડાસમા પ્લોટ, રાજકોટ, ગોપનાથ મિત્ર મંડળ ગોપનાથ મંદિરની સામે, અમરજીત નગર શેરી નં.04ના ખુણે, એરપોર્ટ રોડ, નંદકિશોર ગૃપ પોપટપરા શેરી નં.16, ખોડીયાર ચોક, જય ઠાકર ગૃપ ઠાકર ચોક, રેલ નગર, જય ગોપાલ મિત્રમંડળ પોપટપરા શેરી નં.9/13 ખુણો, જય મૉં મોગલ ગૃપ જય માં મોગલ ચોક, મોરબી રોડ જકાતનાકા પાસે કાર્યક્રમ યોજાશે.

રાજકોટ, શ્રી રામ ગૃપ સેટેલાઇટ ચોક, ઓમકારેશ્વર મંદિર સામે, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, મુરલીધર યુવા ગૃપ ન્યુ આશ્રમ રોડ, પારૂૂલ ગાર્ડન, કુવાડવા રોડ, રાજકોટ, બાલક હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ બાલક હનુમાન મંદિર ચોક, પેડક રોડ, પાણીના ઘોડા પાસે, રાજારામ સોસાયટી 5/6 કોર્નર સંતકબીર રોડ, ભોજલરામ યુવા ગૃપ કનક નગર બગીચા પાસે, ચોક ,સંતકબીર રોડ, દુર્ગેશ ગૃપ સંતકબીર રોડ, ગોકુલ નગર આવાસ નાલા પાસે, શક્તિ યુવા ગૂ્રપ શ્રી શક્તિ સોસાયટી શેરી નં.04,વરીયાવાડીની આગલની શેરી, ઇમીટેશન માર્કેટ પાસે, કનૈયા ગૃપ પાંજરાપોળ નદીકાંઠે સાંઇ મંદિર પાસે, શ્રી આનંદી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ લક્ષ્મીનગર શેરી નં. 02, આમ્બેવ ચોક, નાના મવા મેઇન રોડ, બાપાસિતારમ ગૃપ ત્રીશુલ ચોક, લક્ષ્મીનગર -7, નાના મવા મેઇન રોડ, સહયોગ ગૃપ લક્ષ્મીનગર શેરી નં-8/4 કોર્નર, નાના મવા મેઇન રોડ, ક્રિષ્ના ગૃપ આમ્બેડકર ભવન, અક્ષર માર્ગ કોર્નર, ઉત્કર્શ સ્કુલની બાજુમા, રામેશ્વર મહાદેવ ખોડીયાર યુવા મંડળ ટ્રસ્ટ લક્ષ્મીનગર શેરી નં.2/7 કોર્નર, રામેશ્વર મહાદેવ ખોડીયાર યુવા મંડળ, ગોપી મંડળ સેવા ટ્રસ્ટ સોમનાથ મહાદેવ મંદીર, મોહનનગર શેરી નં.01, સોજીત્રા નગર પાણી ટાંકાની સામે, નાગરાજ યુવા ગ્રૂપ મહીલા કોલેજ અંડરબ્રીજ ઉપર, મહીલા કોલેજપાસે, કાલાવડ રોડ, જય ઠાકર ગ્રુપ હિંગળાજ નગર શેરી નંબર-1, અમીન માર્ગ પાસે, કનૈયા સોશ્યલ ગૃપ ઇન્દીરા સર્કલ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્પર્ધાકો દ્વારા કાર્યક્રમ યોજાશે.

તા.26/08/2024, સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં આયોજિત મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી 1થી 5 વિજેતાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ મટકી ફોડ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા સુશોભન, ગ્રુપ ડ્રેસ કોડ, સાઉન્ડ, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement