For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માઠા સમાચાર, સૌરાષ્ટ્રમાં હવે ચોમાસું દગો દેશે

04:47 PM Aug 01, 2024 IST | Bhumika
માઠા સમાચાર  સૌરાષ્ટ્રમાં હવે ચોમાસું દગો દેશે
Advertisement

ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે હવામાન ખાતાની નવી આગાહી, દેશભરમાં ચોમાસું શરૂ રહેશે પણ સૌરાષ્ટ્ર-કચ્છ-લદાખ અને પૂર્વ ભારતમાં ફ્ગી ગયું

ભારતીય હવામાન ખાતા દ્વારા આજે આવતા બે મહિના ઓગસ્ટ અને સપ્ટેમ્બર ની ચોમાસાની આગાહી કરવામાં આવી છે જેમાં પૂર્વ ભારત લડાક સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ભારતના અમુક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

હવામાન ખાતાના વડા મૃત્યુંજય મહાપાત્ર એ આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં ચોમાસુ સારું રહ્યું છે પરંતુ આગામી બે મહિના માટે પૂર્વ ભારત લડાક સૌરાષ્ટ્ર કચ્છ અને દીપકલ્પના ભારતના ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની અપેક્ષા છે.

આ ઉપરાંત તેમણે દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીના વરસાદના આંકડા જાહેર કરતા મૃત્યુંજય મહાપાત્ર એ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં સામાન્ય 453.8 મીમી વરસાદ નોંધાયો છે જે 445.8 ના એવરેજ કરતા બે ટકા સરપ્લસ છે.આ ઉપરાંત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતમાં 422.8 મીમી લાંબા ગાળાની સરેરાશ વરસાદ નોંધાવવાની શક્યતા છે.
આઈએમડીના ડેટા પ્રમાણે હાલમાં પૂર્વ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વના ભાગોમાં નોંધપાત્ર વરસાદની હાજ છે આ ઉપરાંત હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં વરસાદની ખાસ 35 થી 45% સુધીની છે.

ઓગસ્ટના અંત સુધીમાં લા નીનાની સ્થિતિ વિકસિત થવાની સારી સંભાવના છે. ચોમાસું ભારતના કૃષિ લેન્ડસ્કેપ માટે નિર્ણાયક છે, 52 ટકા ચોખ્ખો વાવેતર વિસ્તાર તેના પર નિર્ભર છે.સમગ્ર દેશમાં પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ એવા જળાશયોને ફરીથી ભરવા માટે પ્રાથમિક વરસાદી સિસ્ટમ પણ મહત્વપૂર્ણ છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતમાં વરસાદ 422.8 મીમીની લાંબા ગાળાની સરેરાશના 106 ટકા રહેશે. આઇએમડીના વડાએ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્રના ભાગોમાં ઓછો વરસાદ થવાની ધારણા કરી હતી. તેમણે કહ્યું કે દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની અપેક્ષા છે.

ગંગાના મેદાનો, મધ્ય ભારત અને ભારતના દક્ષિણપૂર્વ કિનારાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી સામાન્યથી નીચેના મહત્તમ તાપમાનની શક્યતા છે. અગાઉ હવામાન ખાતા દ્વારા ભારતનું ચોમાસું સામાન્ય કરતા વધારે રહેવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતા દ્વારા 106 ટકા ચોમાસાની આગાહી કરાઈ હતી અને પ્રથમ ભાગમાં વરસાદની ઘટ અને પાછલા ભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ હતી. આજે જાહેર કરાયેલા ડેટા પ્રમાણે ઘણા રાજ્યોમાં હજુ વરસાદની ઘટ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement