લોધિકાની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનું નુક્સાન
લોધિકા પાસે આવેલા સાંગણવા ગામ નજીક આવેલ શ્રી રાજ નામની ફેકટરીમાં ગઇકાલે સાંજે પાંચ વાગ્યે આગ ભભૂકી ઉઠતાં થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. જે બનાવથી રાજકોટના ત્રણ અને આસપાસના શહેરમાંથી ત્રણ મળી કુલ છ ફાયર ફાઇટરો દોડી આવ્યા હતાં અને ભારે જહેમતના અંતે 15 કલાકે આગ કાબુમાં આવી હતી.શેડ બળીને ખાખ થઇ ગયો હોવાથી મોટાપાયે નુકશાન થયું હતું. જોકે ગઇકાલે બુધવારની રજા હોવાથી સદભાગ્યે જાનહાની થઇ ન હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, લોધિકા નજીકના સાંગણવા ગામે આવેલી શ્રી રાજ નામની ફેકટરીમાં ગઇકાલે સાંજે પાંચ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગ શેડમાં લાગી હોવાથી થોડીવારમાં જ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. જે અંગેની જાણ કરાતા ફાયરના સ્ટાફે તુરંત દોડી જઈ આગ બુજાવવાની કામગીરી શરૂૂ કરી હતી. પરંતુ આગ વધું વિકરાળ બનતાં કોઠારીયા, મવડી અને ઇઆરસી ફાયર સ્ટેશનથી ત્રણ તથા આસપાસના નગરના ફાયર સ્ટેશનથી ત્રણ મળી કુલ 6 ફાયર ફાઇટર અહીં દોડાવી આગ પર ઓલવવાની કામગીરી કરાઇ હતી.ફાયરના સ્ટાફ દ્વારા ગઇકાલે સાંજે અહીં આગ લાગ્યા બાદ સતત પાણીનો મારો ચલાવી 15 કલાકની જહેમત બાદ આજે સવારે આગ પર મોટાભાગે કાબુ મેળવી લીધો હતો. જોકે છતા સુરક્ષાના ધ્યાને લઇ અહીં હજુુ પણ એક ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.
જ્યાં આગ લાગી હતી તે શ્રી રાજ નામની આ ફેકટરી પરેશભાઇ વલ્લભભાઇ દેસાઇની છે. ફેકટરીમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુનુ ઉત્પાદન થાય છે. ગઇકાલે બુધવારની રજા હોવાથી મોટાભાગના કર્મચારીઓ રજા પર હોવાથી આગની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી. પરંતુ બળીને ખાખ થઇ જતા તેમાં મશીનરી અને રો મટીરયલ્સ સળગી જતા મોટાપાયે નુકશાન થયું હતું. આગ શોટ સર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી રાજ નામની ફેકટરીમાં ગઇકાલે સાંજે પાંચ વાગ્યે લાગેલી વિકરાળ આગથી છ ફાયર ફાઇટર મારફત સતત પાણીનો મારો ચલાવી 15 કલાકે માંડ કાબુમાં આવી છે. છતાં હજુ આગના લબકારા યથાવત હોય જેથી સલામતીના ભાગરૂૂપે અહીં એક ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.