ધ્રાંગધ્રાના નવયુગ રોડ પર ઇલેક્ટ્રિકના શો-રૂમમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
ધ્રાંગધ્રા ના નવયુગ રોડ ઉપર આવેલા અજીત ઇલેક્ટ્રોનિક શો રૂૂમમાં બપોરના સમયે બીજા માળે એકાએક આગ લાગતા આમ ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું આ બનાવ અંગેની ધાંગધ્રા નગરપાલિકાના જાણ કરતા ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ સહીત લ ઘટના સ્થળે દોડી આવી કામગીરી હાથ ધરવામાં આવી હતી લાખો રૂૂપિયાનો ઇલેક્ટ્રીક નો સામાન મળીને ખાસ થઈ ગયેલું જાણવા મળ્યું છે ઉનાળાના સમયમાં ગરમીને લઈ લે શોર્ટ સર્કિટના બનાવો વધવા લાગ્યા છે અને તેને લીધે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે ધાંગધ્રાના નવયુગ સિનેમા રોડ ઉપર આવેલા અજીત ઇલેક્ટ્રીક શોરૂૂમમાં બપોરના સમયે 3:00 વાગ્યાની આસપાસ એકાએક આગ લાગતા આગ્ ગણતરીને સમયમાં શો રૂૂમના બીજા માળે પવનની ગતિને લીધે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું આ અંગે ધાંગધ્રા નગરપાલિકાની જાણ કરવામાં આવતા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને નગરપાલિકાના ફાયર ફાઈલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મુખ્ય બજારમાં અન્ય કઈ જગ્યાએ આગ નો લાગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરે એ પહેલા ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી કામગીરીમાં લાગી ગયા હતા. આમ ઘટના સ્થળે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ટીમ દ્વારા આગ બુજાવાની કામગીરીની કામગીરી કરવામાં આવી રહી હતી ચાર કલાક બાદ કાબુમાં આવી હતી કાબુ આવી જતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે બનાવને લઈને બજારમાં અફડાતફડી નો માહોલ છવાઈ ગયો હતો.