મેટોડાની EPP કંપોઝિટ્સમાં લાગેલી વિકરાળ આગ
04:44 PM Feb 24, 2025 IST
|
Bhumika
Advertisement
ફાયર ફાઈટરો દોડ્યા, ટૂંકા સમયમાં ત્રીજી કંપનીમાં આગ લાગતા ઉદ્યોગકારોમાં ચિંતા
Advertisement
રાજકોટની ભાગોળે મેટોડા જીઆઈડીસીમાં આજે વધુ એક કંપનીમાં આગ ફાટી નિકળી છે. મેટોડાના ગેઈટ નં. 1 માં આવેલી ઈપીપી કંપનીની સામે જ આવેલા ખુલ્લા સ્ટોરેજમાં પડેલા કાચા અને તૈયાર મટીરીયલ ઉપરાંત વેસ્ટ માલમાં આગ ફાટી નિકળતા રાજકોટ-કાલાવડ તથા જામનગરથી ફાયર બ્રિગેડની ગાડીઓ દોડાવવામાં આવી છે. એફઆરપી મટીરીયલ બનાવતી ઈપીપી કંપનીના ખુલ્લા સ્ટોરેજમાં મોટાપાયે તૈયાર મટીરીયલ અને વેસ્ટ પડેલ હોય તેમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી આગમાં એક જેસીબી પણ સળગી ગયાના અહેવાલો મળી રહ્યા છે.
આ લખાય છે ત્યારે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અગાઉ ગોપાલ નમકીનમાં પણ આવી જ વિકરાળ આગ લાગી હતી. ત્યાર બાદ ટુંકા ગાળામાં ત્રીજી કંપનીમાં આગ લાગતા ઉદ્યોગકારોમાં ચીંતાની લાગણી છવાઈ છે.
Next Article
Advertisement