રાજયના ખાણખનીજ વિભાગમાં 37 માઇન્સ સુપરવાઇઝર અને 22 રોયલ્ટી ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલી
રાજયના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર હસ્તકની રાજયની અલગ અલગ કચેરીઓમાં ફરજ બજાવતા માઇન્સ સુપરવાઇઝર અને રોયલ્ટી ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 59ની બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટ સહીત રાજયના 37 માઇન્સ સુપરવાઇઝરો અને 22 રોયલ્ટી ઇન્સપેકટરોની બદલીનો હુકમ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજના કમીશનર ડો.ધવલ પટેલે કર્યો છે.
રાજકોટ સહીત રાજયભરમાં ખનન માફીયાઓ સામે કાર્યવાહી કરતા ખાન ખનીજ વિભાગના અધિકારીઓ અને ઇન્સ્પેકટરોની સામુહીક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટમાં રોયલ્ટી ઇન્સપેકટર તરીકે અંજારથી ઇન્દ્રજીતસિંહ ઝાલાને ફલાઇંગ સ્કોડમાં તેમજ માઇન્સ સુપરવાઇઝર પોરબંદરના કેવીન ઉનડકટને રાજકોટ ફલાઇંગ સ્કોડમાં જયારે જુનાગઢના યોગેશ ગઢીયાને રાજકોટ જિલ્લા કચેરી ખાતે મુકવામાં આવ્યા છે. જયાર માઇન સુપરવાઇઝર ફલાઇંગ સ્કોડ રાજકોટના જિજ્ઞેશ કરમુરને પોરબંદર તેમજ રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રાજકોટ જિલ્લા કચેરીના જયેશ પોમલને નવસારી મુકવામાં આવ્યા છે. તેમજ માઇન્સ સુપરવાઇઝર રાજકોટ ફલાઇંગ સ્કોડના હિતેશ સોલંકીને ભુજ ખાતે બદલી કરવામાં આવ્યા છે.
ઉપરાંત રાજયના અન્યો માઇન્સ સુપરવાઇઝરોની બદલી કરવામાં આવી છે જેમાં પંચમહાલના પૃથ્વીરાજ ચૌહાણને પાટણ, ગિર સોમનાથના દિપક ડાભીને અમરેલી, ગાંધીનગર ફલાઇંગ સ્કોડના પાવન બારોટને આણંદ, સુરેન્દ્રનગરના નાથાભાઇ કણઝારીયાને જામનગર, કચ્છ પશ્ચિમના શંકરભાઇ માતાને ખેડા જયારે યુવરાજદાન ગઢવીને સુરેન્દ્રનગર તેમજ જામનગરના અનિલકુમાર વાઢેરને દેવભુમી દ્વારકા, પોરબંદરના મેરામણભાઇ ગોજીયાને કચ્છ પૂર્વ, દેવભુમી દ્વારકાના ગોવિંદ પીઠીયાને ભાવનગર, બોટાદના નિમેશકુમાર વરમોરાને ગીર સોમનાથ, ભાવનગરના અનવરભાઇ લાખાને બોટાદ, મોરબીના મિતેશ ગોજીયાને પોરબંદર, અમરેલીના હિતેન્દ્રસિંહ રાયજાદાને વલસાડ, વડોદરાના દેવાભાઇ છારીયાને જુનાગઢ, વલસાડના વિપુલભાઇ કંદોઇને મોરબી મુકવામાં આવ્યા છે.
જયારે રોયલ્ટી ઇન્સપેકટરની બદલીઓમાં દેવભુમી દ્વારકાના અંકુર ભાદરકાને પોરબંદર, પાલનપુરને જિગર ઠક્કરને કચ્છ પશ્ચીમ, હિંમતનગરના હિરેનકુમાર સંડેરાને સુરેન્દ્રનગર, પોરબંદરના નિલેશ ગોહીલને ગિર સોમનાથ, જુનાગઢના ભાવદીપ ડોડીયાને મુખ્ય કચેરી એકશન સેલ, ભુજના ભાવીક જોષીને દેવભુમી દ્વારકા, જામનગરના રોહીત જાદવને સુરત, ગિર સોમનાથના ચિંતનકુમાર દવેને મુખ્ય કચેરી સંશોધન, મોરબીના રવી કણસાગરાને મુખ્ય કચેરી લીઝ ખાતે બદલી કરવામાં આવી છે.