ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યની સામૂહિક આત્મહત્યા:પત્ની-પુત્રને ઝેર પીવડાવી પિતાએ ખાધો ગળેફાંસો, મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો

01:48 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજ્યમ દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે.સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર સુરતમાં ફરી એકવાર સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. લિંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા 38 વર્ષીય સુમેશ ભિક્ષાપતિ જિલાએ પોતાની પત્ની નિર્મલ અને સાત વર્ષના દીકરા દેવઋષિને ઝેર આપીને હત્યા કર્યાં બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ કહીને જીવન ટુંકાવ્યું હતું. પોલીસને તપાસ દરમિયાન એક ચીઠી અને મોબાઈલ મળી આવ્યો છે. પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે. જો કે અત્યાર સુધી પરિવારના સભ્યોએ કેમ આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. પોલીસે કહ્યું હતું કે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsmass suicidesuratsurat news
Advertisement
Next Article
Advertisement