કેશોદમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ!!! એક જ પરિવારના ત્રણ સભ્યોનો ઝેરી દવા ગટગટાવી, 2ના મોત
રાજ્યમાં આપઘતોના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે કેશોદમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. ચર ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. જેમાં માતા અને પુત્રીનું મોત થયું છે. જ્યારે પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જન થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદના ચર ગામમાં આજે એક જ પરિવારના ત્રણ લોકો ઝેરી દવા ગટગટાવી આપઘાતનાકર્યો હતો. આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માતાનું અને પુત્રીનું હોસ્પિટલમાં સારવાદ દરમિયાન મોત થયું છે. જ્યારે પુત્ર હાલ સારવાર હેઠળ છે. ઘટનાના પગલે મહિલા અને તેની પુત્રીના પોસ્ટમાર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આત્મહત્યાના પ્રયાસ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મહિલા તેના પતિ અને દિકરી સાથે ઘરે હતી. પતિ સૂઇ રહ્યો હતો. આ દરમ્યાન તેણે દીકરી સાથે મળી ઝેર ગટગટાવ્યું હતું.. આ દરમ્યાન દીકરો પણ ઘર પર આવી પહોંચ્યો હતો. પુત્ર માતા અને બહેનની આવી સ્થિતિ જોઇને તેને પણ આઘાત લાગ્યો હતો કે શું બન્યું છે.. જે બાદ તેણે પણ આવેશમાં આવી ઝેર ગટગટાવ્યું હતું. હાલ તેની હાલત ગંભીર છે.પરિવારમાં પત્ની, પુત્રીના મોતના પગલે પતિ બાબુભાઈ સહિત સંબંધીઓમાં માતમ છવાયું છે.
ઉલ્લેખનીય છે કે, આઠ મહિના પહેલા પુત્રના મોતના પગલે પરિવાર શોકમગ્ન રહેતો હતો. એપ્રિલ મહિનામાં રાજકોટ શાપર ખાતે દિવ્યેશ રાઠોડ નામના 19 વર્ષના પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જે ઘટના બાદથી પરિવાર શોકમગ્ન હતો.
મૃતકના નામ
દીકરી રવિનાબેન બાબુભાઈ રાઠોડ, ઉંમર. 24 વર્ષ
મહિલા મીનાબેન બાબુભાઈ રાઠોડ, ઉંમર 42 વર્ષ
સારવાર હેઠળ
સંજય બાબુભાઈ રાઠોડ, ઉંમર 23 વર્ષ