જામજોધપુરના કોટડા બાવીસી ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં બાવીસી માતાજીના મંદિર પાસે રહેતી હીનાબેન હરિભાઈ પરમાર નામની 25 વર્ષની દેવીપુજક પરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીના અંત લાવી દેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના પિતા હરિભાઈ ઉકાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પીએસઆઇ એચ.બી. વડાવીયા એ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતિ ને આજથી ત્રણ મહિના પહેલાં એક બાળકનો જન્મ થયો હતો, અને તે બાળકનું આશરે સવા મહિના પહેલાં બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું, ત્યારથી મૃતક યુવતી ટેન્શનમાં રહેતી હતી, અને લાગણીશીલ સ્વભાવની હોવાથી પોતાના સંતાનના વિયોગમાં આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
દારૂૂનું વેચાણ કરતો ફેરિયો પકડાયો
જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડ ની ફેરી કરી રહેલો એક ફેરિયો દારૂૂની હેરાફેરી કરતાં પકડાયો છે, અને તેની સામે દારૂૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં શાંતિનીકેતન એપાર્ટમેન્ટમાં રહેતો અને કાપડની ફેરી કરતો હિરેન કિશોરભારથી ગોસ્વામી નામનો બાબાજી શખ્સ કે જે પોતે કાપડની ફેરીની સાથે સાથે તેની આડશમાં દારૂૂની હેરાફેરી કરી રહ્યો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. આથી સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે લાલવાડી આવાસ વિસ્તારમાં વોચ ગોઠવી હિરેન ગોસ્વામીને ઝડપી લીધો હતો, અને તેના કબજામાંથી કાપડ ની સાથે સાથે છ નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી તેની અટકાયત કરી લઇ ઇંગલિશ દારૂૂ કબજે કર્યો છે, જ્યારે તેની સામે દારૂૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.