પડધરીના રૂપાવટીમાં કાકા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત ભત્રીજીએ વખ ઘોળ્યું
પડધરીના રૂૂપાવટી ગામે રહેતી પરિણીતાને ફોન પર તેના કાકા સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થઈ હતી જેથી પરિણીતાને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પડધરીના રૂૂપાવટી ગામે ખેત મજુરી માટે આવેલી મધ્યપ્રદેશની મમતાબેન વિલિયમભાઈ લખમનીયા નામની 18 વર્ષની પરણીતાને ફોન પર તેના કાકા સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થઈ હતી જેથી પરિણીતાને માઠું લાગી આવતા રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.
પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં રહેતી નિકિતાબેન વિકેચભાઇ વાઘેલા નામની 32 વર્ષની પરિણીતા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે વિશાલ અને અજય સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાએ હુમલાખોર શખ્સોને ઘર પાસે દારૂૂ વેચવાની ના પાડતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.