For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં પરિણીત પ્રેમીપંખીડાંનો બાળક સાથે આપઘાત

01:42 PM Mar 23, 2024 IST | Bhumika
ગોંડલમાં પરિણીત પ્રેમીપંખીડાંનો બાળક સાથે આપઘાત
  • મહેસાણા પંથકના યુવક-યુવતીએ બે વર્ષના બાળક સાથે વેરી તળાવમાં ઝંપલાવી દીધું: મોબાઈલ ફોનના સ્ટેટસમાં ત્રણેયના ફોટા મૂકી જીવન લીલા સંકેલી

રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલ વેરી તળાવમાંથી સવારે ત્રણ મૃતદેહ તરતા હોવાની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતાં તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ યુવક યુવતી અને બાળકના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા મહેસાણા પંથકના પરિણીત પ્રેમી પંખીડા બાળક સાથે નાસી છુટયા બાદ મોબાઈલ ફોનમાં છેલ્લુ સ્ટેટસ મુકી તળાવમાં ઝંપલાવી મોત મીઠું કરી લીધાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે મહેસાણા યુવક અને યુવતિના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

Advertisement

આ ઘટના અંગેની પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ, ગોંડલના વેરી તળાવમાંથી સવારે યુવક યુવતી અને બાળકના મૃતદેહ તરતા હોવાની કોઈએ પોલીસ અને ફાયરબ્રિગેડે જાણ કરતાં ફાયરબ્રિગેડ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ યુવક યુવતી અને બાળકનાં મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતાં.

પોલીસની તપાસમાં યુવક પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન પરથી યુવક મહેસાણા તાલુકાના લીચ ગામના સંજય ફતાજી ઠાકોર (ઉ.22) જ્યારે યુવતી કિંજલ જસવંતજી ઠાકોર (ઉ.22) અને તેનો પુત્ર ધ્રુવીલ જસવંતજી ઠાકોર (ઉ.2) હોવાનું જાણવા મળ્યું હતું. વિશેષ તપાસમાં સંજય ઠાકોર અને કિંજલ ઠાકોર બન્ને પરિણીત હોવાનું અને છેલ્લા અઢી વર્ષથી એક બીજાના પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે.
પરિણીત પ્રેમી યુગલે એક થવા માટે ઘરેથી બાળક સાથે નાસી છુટયા બાદ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે રખડયા હતાં. અને બાદમાં સમાજ કે પરિવારજનો એક નહીં થવા દે તેવી બીકે ગઈકાલે ગોંડલ આવી વેરી તળાવની પારી પર બેસી ત્રણેયના ફોટા પાડી સંજયએ તેના મોબાઈલના સ્ટેટસમાં છેલ્લો ફોટો મુકયો હતો અને બાદમાં પરિણીત પ્રેમી યુગલે બાળક સાથે તળાવમાં ઝંપલાવી મોત વ્હાલુ કરી લીધું હતું.
બીજી બાજુ સંજય ઠાકોરે પોતાના સ્ટેટસમાં છેલ્લો ફોટો મુકી નીચે લખાણ લખ્યું હતું. જેની પરિવારજનોને જાણ થતાં મહેસાણા પોલીસનો સંપર્ક કર્યો હતો. બીજી બાજુ ગોંડલ પોલીસે મહેસાણા પોલીસને જાણ કરતાં યુવક અને યુવતીના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતાં. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે સંજય મહેસાણા પેપર મીલમાં કામ કરતો હોવાનું અને તેની પ્રેમીકા કાજલ સાથે ઘરેથી નાસી છુટયો ત્યારે કાજલના પરિવારજનોએ ગુમ થયાની પોલીસમાં જાહેરાત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement