ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામની માર્કશીટ બુધવારે શાળાએથી વિતરણ થશે

05:12 PM May 12, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. હવે ધોરણ 12 અને ગુજકેટના પરિણામની માર્કશીટ તમામ શાળાઓએ સંમતીપત્ર આપીને મેળવી લેવાની સુચના આપવામાં આવી છે. અને વિદ્યાર્થીઓએ 14મી મેના રોજ પોતાની શાળાઓમાંથી માર્કશીટનું વિતરણ કરાશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ ગઈ તા. પાંચમી મેએ બોર્ડની વેબસાઈટ www.gseb.orgપર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોએ પોતાની શાળાનું પરિણામ, ગુણપત્રકો, પ્રમાણપત્ર અને એસ.આર. મુખત્યારપત્ર રજૂ કરીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત થયેલા સમયે અને સ્થળેથી મેળવી લેવાના રહેશે શાળાઓએ તા.14 મેને બુધવારે વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના ગુણપત્રકો અને એસ આર તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તા.12 મેના બોર્ડની કચેરીએથી રવાના કરવામાં આવશે અને જિલ્લા શિક્ષણાધિકારીએ વિતરણ કરવાનું આયોજન કરી તારીખ 13મીના રોજ જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણની વ્યવસ્થા ગોઠવવાની રહેશે .

Tags :
gujaratgujarat newsGUJCET results
Advertisement
Next Article
Advertisement