ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

'દેશના અનેક CCTV હેક કર્યા..' પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે પોલીસના મોટા ખુલાસા

06:53 PM Feb 19, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસમાં અનેક મોટા ખુલાસાઓ થયાં છે. આ મામલે અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શરદ સિંઘલે જણાવ્યું હતું કે, 'તેમણે જણાવ્યું કે, મહિલાઓના CCTV લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતૂરમાં છેલ્લા 1 વર્ષથી ત્રણ લોકો આખું નેટવર્ક ચલાવતા હતા. અમેરિકાના એટલાન્ટા અને રોમાનીયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું. આ ઉપરાંત અનેક હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો છે. આ ઉપરાંત આવી ઘટનાને રોકવા હોસ્પિટલોમાં સાયબર સિક્યોરિટીને લઈ સેમિનાર કરાશે.'

શરદ સિંઘલએ કહ્યું કે, 'અમારી તપાસમાં સામે આવ્યું હતું કે, જે ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રથી ચલાવવામાં આવે છે. ત્યારબાદ એક પોલીસ ટીમ ત્યા રવાના કરવામાં આવી હતી. પ્રાયગરાજ, લાતૂર, સાંગલી ટીમ પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. જ્યાં લોકલ પોલીસની મદદ લેવામાં આવી હતી. આજે સવારે ત્રણ ઓરોપીઓની અટક કરવામાં આવી હતી'

ઇન્ચાર્જ સીપી શરદ સિંઘલે વધુમાં જણાવ્યું કે, રાજકોટ પાયલ મેટરનીટી હોસ્પિટલના વીડિયો Youtube અને ટેલિગ્રામ ચેનલ પર વાયરલ કરવામાં આવ્યા હતા. જે બાદ અમારી મોનિટરિંગ ટીમના ધ્યાનમાં આ વીડિયો આવ્યો. તાત્કાલિક સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. જેમાં વિડિયો રાજકોટનો હોવાનું ધ્યાને આવ્યું. ટીમ લાતુર, સાંગલી, પ્રયાગરાજ, ગુડગાંવ મોકલી હતી. આ ચેનલ મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીથી ચલાવવામાં આવતી હતી. અમે યૂપી અને મહારાષ્ટ્ર તાત્કાલિક ટીમ મોકલી.

લાતુરનો પ્રજવલ તેલી માસ્ટર માઈન્ડ છે. પ્રજવલ સાથે સાંગલીનો પ્રજ રાજેન્દ્ર પાટીલ સંકળાયેલો હતો. પ્રજવલ પાટીલ ઓનલાઇન વિડિયો વેચતો હતો. પ્રજવલ તેલી રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે સંપર્કમાં હતો. આ ઉપરાંત દેશની જુદી જુદી હોસ્પિટલના cctv હેક કર્યા હોવાની સંભાવના છે. કાલે આરોપી અમદાવાદ આવશે. અમદાવાદ આવ્યા બાદમાં વધુ પૂછપરછ કરવામાં આવશે. આ હેકર્સ ફક્ત રાજકોટ નહીં પરંતુ દેશના અલગ અલગ CCTV હેક કર્યા છે. વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં કોઈ હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે આવી નથી. કેટલા પૈસા ટ્રાન્સફર થયા છે તેની તપાસ ચાલી રહી છે તેમજ એક વીડિયોના 2 હજાર રૂપિયા ચાર્જ વસૂલતા હતા. મુખ્ય આરોપી પ્રજ્વલ તેલી તમામ હેકર્સના સંપર્કમાં હતો. મુખ્ય આરોપીએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે"

 

 

Tags :
AhmedabadAhmedabad newsAhmedabad Policegujaratgujarat newspayal hospital CCTVpayal hospital CCTV viralrajkotrajkot hospital cctvrajkot hospital cctv viralrajkot news
Advertisement
Next Article
Advertisement