રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાના કેમેરાએ જ ગંદકીની 12 ફરિયાદ કરી

05:15 PM Mar 04, 2024 IST | admin
Advertisement

મનપાના કમાન એન્ડ ક્ધટ્રોલ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે શહેરમાં 12 સ્થળે ગંદકી જોવા મળતા મનપાને ફરિયાદ કરી હતી. તેમજ જાહેરમાં પાનની પીચકારી મારતા સાત વ્યક્તિઓને ઘરે ઈમેમો પહોંચાડી 1137 લોકેશન ચેક કરી તેનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

Advertisement

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.03-03-2024 ના રોજ 07 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1137 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 475 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન તા.01-03-2024 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 12 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ.

ઉપરોકત કામગિરી માનનિય મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તેમજ પર્યાવરણ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે ખાસ ન્યુસન્સ પોઈન્ટ ઉપર ખાસ વોચ રાખી ગંધારાઓને દંડ કરવા માટેની અલગથી કામગીરી શરૂ કરી છે.

Tags :
gujaratrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement