ચાંદીપુરા વાઈરસ સામે મનપાની એડવાઈઝરી
રોગના લક્ષણો, રોગથી બચવા શું તકેદારી લેવી સહિતની માર્ગદર્શિકા જાહેર
ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે મહાનગરપાલિકાએ ચાંદીપુરા વાઈરસ સામે રક્ષણ મેળવવા અને રોગથી બચવા તથા તકેદારીઓના પગલાના ભાગરૂપે એડવાઈઝરી જાહેર કરી માર્ગદર્શીકા મુજબ પાલન કરવાનું લોકોને અનુરોધ કર્યો છે.
મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ આ વાયરલ ઈન્ફેક્શન નો પ્રથમ કિસ્સો 1965 માં મહારાષ્ટ્ર ના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હ્તો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમા ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (એક પ્રકારની માખી) માટે જવાબદાર છે. સેન્ડ ફ્લાય કાચા મકાનોની દિવાલની તીરાડોમાં અથવા માટીથી બનેલા ભાગોમાં રહેવાનુ પસંદ કરે છે. મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમા અસર જોવા મળે છે. આ રોગના કેસો જથ્થામા જોવા ન મળતા છુટા છવાયા જોવા મળે છે. 9 માસથી લઈ ને 14 વર્ષના બાળકોને વધુ જોખમ રહે છે. સારવાર થયેલ બાળકોમા ગયીજ્ઞિહજ્ઞલશભફહ જયિીયહફય ભાગ્યે જ જોવા મળે છે.
રોગચાળાનાં લક્ષણો
સખત તાવ, માથાનો દુખાવો, થાક લાગવો, ખેંચ આવવી, અર્ધભાન અવસ્થા, સામાન્ય અસ્વસ્થતા, પેટમાં દુખવો, ઝાડા - ઉલટી, વ્યક્તિત્વમાં ફેરફાર (યાદશક્તિ ઓછી થવી, ચહેરાના ભાગમાં પક્ષપાત (પેરાલાયલીસ)) લક્ષણોની શરૂૂઆત થયા બાદ 48 થી 72 કલાકમા મૃત્યુની સંભાવના રહે છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.
રોગની સારવાર તેમજ અટકાવા માટેના સામાન્ય ઉપાયો
આરામ કરવો, પોષ્ટીક આહાર અને વધુ માત્રામા પાણી પીવું, ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરી દેવી જોઈએ, ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ રહે (સુર્ય પ્રકાશ આવે) તેવી વ્યવસ્થા કરવી, 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો, બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહિ, ઉપર જણાવેલ લક્ષણો દેખાતા સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા સહિતની કાળજી જાળવવી.