રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપા ફેબ્રુઆરીમાં 100 કરોડના બોન્ડ બહાર પાડશે

03:47 PM Dec 26, 2023 IST | Bhumika
Advertisement

સેબીમાં ડોક્યુમેન્ટ સબમિટ કરાયા, ટૂંક સમયમાં મંજૂરી, બેન્કિંગ રેટ મુજબ વ્યાજ મળવાપાત્ર

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થતો જાય છે. જેના કારણે ક્રિશીલ રેટીંગમાં ધડખમ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે -અઅમાં રહેલ કોર્પોરેશન હવે અઅમાં આવી જતા સ્ટ્રેબલ પોઝીશન જોવા મળી છે. ટેસ્કસ ઝુંબેશમાં 50 કરોડથી વધુ આવક પ્લસ થતા કોર્પોરેશન સ્વાયતતા તરફ મક્કમ પગલા ભરી રહ્યું હોય ક્રેડિટમાં ઉછાળો આવ્યો છે. આથી આગામી ફેબ્રુઆરી માસ દરમિયાન બજેટમાં જોગવાઈ કર્યા મુજબ રૂા. 100 કરોડના બોન્ડ બહાર પાડશે હાલ સેબીમાં ડોક્યુમેન્ટ સબમીટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, સુરત તેમજ અમદાવાદની માફક હવે રાજકોટ કોર્પોરેશને પણ સ્વાયતતા તરફ કદમ વધુ મજબુત બનાવ્યા છે. ઓનલાઈન કામગીરી 65%થી વધુ થતા તેની નોંધ લેવામાં આવી છે. તેમજ ટેક્સ ઝુંબેશમાં પણ 52 કરોડ પ્લસ રહેતા રેટીંગમાં સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે રેટીંગ -અઅ હતું જેના સ્થાને અઅ પર પહોંચી ગયું છે. અને આવતા વર્ષે અઅ પર પહોંચવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ 65% ઉપરાંત ડીઝીટલ ટ્રાન્જેક્શન કરેલું હોય કામનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે. અને ક્રેડિટમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.

જેના કારણે મહાનગરપાલિકા દ્વારા 100 કોરડના બોન્ડ ઈસ્યુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બેંક રેટ મુજબ બોન્ડ ધારકોને 5.5થી 6 ટકા વ્યાજ મળવા પાત્ર છે. હાલ સેબીમાં ડોક્યુમેન્ટ સબમીટ કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે. જેની મંજુરી મળ્યા બાદ સંભવત ફેબ્રુઆરી માસમાં બોન્ડ બહાર પાડવામાં આવશે.

કમિશનરે વધુમાં જણાવેલ કે, મહાનગરપાલિકા દ્વારા હવે પ્રોજેક્ટ અને કામગીરીમાં વધુ જવાબદારી પૂર્વક કામ કરવું પડશે સંસ્થા ઉપર પ્રેસર વધતા ટીમ વર્કમાં પણ સુધારો જોવા મળશે.મનપા ફેબ્રુઆરી માસમાં પાંચ અથવા 10 વર્ષ માટેના બોન્ડ બહાર પાડશે. મિલ્કત વેરાના બાકી લેણામાંથી મહાનગરપાલિકાએ 50 કરોડથી વધુની વસુલાત કરી છે. સાથો સાથ વર્ષભર વસુલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.

જેના કારણે ટેક્સની આવકમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. જેના આધારે રેન્કીંગમાં સુધારો થયો છે. મહાનગરપાલિકાનું રેટીંગ સુધરતા હવે બોન્ડ બહાર પાડી શકાશે. ગત વર્ષે રેટીંગ -અઅ હોવાના કારણે વ્યાજદર ઉચો આવતા લોન સસ્તી પડતી હતી આથી લોન ઉપર આધાર રાખવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા બોન્ડ બહાર પાડી શકાય તેવી સુચના અને રેટીંગ સુધરતા હવે પ્રથમ 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે.

Tags :
Bondsgujaratgujarat newsrajkotRajkot Municipal Corporationrajkot news
Advertisement
Next Article
Advertisement