For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંધકામ કાટમાળમાંથી પેવર બ્લોક અને સેલરની માટીથી કોઠારિયાની ખાણ ભરશે મનપા

05:39 PM Mar 23, 2024 IST | Bhumika
બાંધકામ કાટમાળમાંથી પેવર બ્લોક અને સેલરની માટીથી કોઠારિયાની ખાણ ભરશે મનપા

રાજકોટ શહેરમાં ઉત્પન્ન થતા ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલિશન વેસ્ટના પધ્ધતિસરના નિકાલ માટે શહેરમાં ક્ધસ્ટ્રકશનની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો તથા રાજકોટ મહાનગરપાલિકામાં કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો સાથે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને ગઈકાલ તા.22-03-2024ના રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

મીટિંગમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે કોન્ટ્રાક્ટરોને જણાવ્યું હતું કે, શહેરમાં જુના બાંધકામો તોડવામાં આવતા તેમાંથી ઉત્પન્ન થતા સી. એન્ડ ડી. વેસ્ટના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસો માટે નીતિ નક્કી કરી રહેલ છે, તે બાબતે આ કામ સાથે જોડાયેલ કોન્ટ્રાક્ટરો તથા જુદા-જુદા વિભાગોના અધિકારીઓ પાસેથી સુચનો મેળવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જાહેરમાં ઉત્પન્ન થતા સી. એન્ડ ડી. વેસ્ટના નિકાલ માટેના સેન્ટરો તથા નાકરાવાડી સાઈટ ખાતે સી. એન્ડ ડી. વેસ્ટના રીસાયકલિંગ પ્લાન્ટ શરૂૂ કરવા જઈ રહેલ છે. નાકરાવાડી ખાતે સી. એન્ડ ડી વેસ્ટના પધ્ધતિસરના પ્રોસેસિંગ અને નિકાલ માટે કામગીરીની ટ્રાયલ ચાલુ છે. યંત્ર મારફત સી. એન્ડ ડી વેસ્ટને રેતી જેવા ભુક્કામાં પરિવર્તિત કરી નાંખવામાં આવે છે. આ મટીરીયલ્સમાંથી પેવિંગ બ્લોક વગેરે જેવી વસ્તુઓ બનાવી શકાય છે. વિશેષમાં, બાંધકામ સાઈટ ખાતે સેલર માટેના ખોદકામ દરમ્યાન નીકળતી માટીનો કોઠારીયાની ખાણમાં નિકાલ થાય તે માટે બિલ્ડરોનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement